પાકિસ્તાનમાં શીખ યુવતીએ ઇસ્લામ કબુલ્યો:યુવતીએ કહ્યું- ધર્મ બદલીને શાંતિ મળી, કલમા પઢીને જન્નત મળી, VIDEO સામે આવ્યો; શીખ સમુદાય નારાજ

📅 Published: October 23, 2026 | 📂 Category: International

પાકિસ્તાનમાં એક શીખ સગીર યુવતીએ ધર્મ પરિવર્તન કરી લીધું. તેણે ઇસ્લામ કબૂલ કર્યા બાદ કહ્યું કે મને બહુ શાંતિ મળી રહી છે. મને ધર્મ પરિવર્તનનો કોઈ અફસોસ નથી. યુવતીનો બોલતો વીડિયો સામે આવ્યો છે, જેમાં તે પોતાની મરજીથી ધર્મ બદલવાની વાત સ્વીકારી રહી છે. યુવતી એમ પણ કહે છે કે કલમા પઢ્યા પછી મને એવું લાગી રહ્યું છે કે જાણે જન્નત મળી ગઈ છે. પહેલી વાર રમઝાન મનાવતાં મને ખૂબ સારું લાગી રહ્યું છે. જોકે યુવતીનો આ વીડિયો ક્યારે અને ક્યાં બનાવવામાં આવ્યો છે, તે અંગે હજુ સુધી જાણકારી મળી નથી. બીજી તરફ, વીડિયો સામે આવતાં જ શીખ સમુદાયે તેના પર ભારે નારાજગી વ્યક્ત કરી છે. શીખ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સિમરનપ્રીત કૌર, જે. કૌર અને નવદીપ સિંહ યુકેએ કહ્યું કે આ ‘કૌર ટુ ખાન’ અભિયાનનો ભાગ છે. પાકિસ્તાની ગ્રૂમિંગ ગેંગ સમગ્ર દુનિયામાં શીખ યુવતીઓને નિશાન બનાવી રહી છે. યુકેથી લઈને દુબઈ સુધી તેમને મુસ્લિમ બનાવવામાં આવી રહી છે, આને રોકવું પડશે. વીડિયોમાં યુવતીએ આ વાતો કહી… કૌર ટુ ખાન મુદ્દે શીખ સમુદાયમાં ચિંતા આખી દુનિયામાં ચાલી રહેલી ગ્રૂમિંગ ગેંગ કૌર ટુ ખાનને લઈને શીખ સમુદાયમાં ચિંતા છે. 22 ઓક્ટોબર 2026ના રોજ સામે આવેલા ધર્મપરિવર્તનના વીડિયો અંગે શીખ સમુદાયના મુદ્દા ઉઠાવનારી સિમરનપ્રીત કૌરે લખ્યું- પાકિસ્તાનમાં શીખ યુવતીઓ પર દબાણ કરીને ઇસ્લામ અપનાવવાના સમાચાર જોઈને દુઃખ થાય છે. પાકિસ્તાની અધિકારીઓ શીખ છોકરીઓની સુરક્ષા માટે શું પગલાં લઈ રહ્યા છે? આ જ રીતે શીખ સમુદાયના નવદીપ સિંહે કહ્યું કે કૌરથી ખાનનો મુદ્દો શીખ સમુદાયની અંદર ગંભીર ચિંતાઓ ઉભી કરી રહ્યો છે. પાકિસ્તાનમાં શીખ સગીર છોકરીઓનું ધર્મપરિવર્તન કરાવવામાં આવતું હોવાના અહેવાલો મળી રહ્યા છે, જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે પાકિસ્તાનમાં સક્રિય નેટવર્કો તેમના પર દબાણ કરીને અથવા તેમને ગેરમાર્ગે દોરીને તેમનું ધર્મપરિવર્તન કરાવી રહ્યાં છે. શીખ છોકરીને મુસ્લિમ બનાવવાના બદલામાં કેટલાક જૂથો 10 હજાર પાઉન્ડ સુધીની રકમની ઓફર કરે છે. 20 લાખથી ઘટીને પાકિસ્તાનમાં 15 હજાર શીખ રહી ગયા ઝડપથી થઈ રહેલા ધર્મ પરિવર્તનને કારણે પાકિસ્તાનમાં શીખોની વસ્તી ઘટતી જઈ રહી છે. 1941ની વસ્તી ગણતરી અનુસાર, વર્તમાન પાકિસ્તાનના વિસ્તારમાં લગભગ 20 લાખથી વધુ શીખો રહેતા હતા. તેઓ મુખ્યત્વે પંજાબના લાહોર, રાવલપિંડી અને ફૈસલાબાદ જેવા શહેરોમાં વસેલા હતા. 2023ની પાકિસ્તાની વસ્તી ગણતરીમાં શીખોની વસ્તી આશરે 15,998 હોવાનું જણાવાયું છે. શીખ સમુદાય હવે મુખ્યત્વે ખૈબર પખ્તુનખ્વા, સિંધ અને પંજાબના કેટલાક વિસ્તારોમાં જ સીમિત રહી ગયો છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *