પાટડીમાં નગરપાલિકા આયોજિત લોકમેળાનો ભવ્ય પ્રારંભ:ધારાસભ્ય પી.કે. પરમારના હસ્તે લોકમેળો ખુલ્લો મુકાયો; રિવરફ્રન્ટ પર પાંચ દિવસીય લોકમેળામાં જનમેદની ઉમટશે

📅 Published: September 2, 2026 | 📂 Category: gujarati-news

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ખાતે નગરપાલિકા દ્વારા આયોજિત પાંચ દિવસીય ભવ્ય લોકમેળાનો દસાડા-લખતરના ધારાસભ્ય પી.કે. પરમારે પ્રારંભ કરાવ્યો હતો. શ્રી અંબાજી અને શક્તિમાતાજી મંદિર પાસે આવેલા રિવરફ્રન્ટ પરિસરમાં આ મેળો યોજાયો છે. આ લોકમેળામાં પાટડી નગર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી આગામી પાંચ દિવસ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ધારાસભ્ય અને ભાજપ અગ્રણીઓની હાજરીમાં ઉદ્ઘાટન લોકમેળાના ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્ય પી.કે. પરમાર સહિત ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ દિલીપ પટેલ અને પાટડી નગરપાલિકા પ્રમુખ હિતેશ રાવલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં વિવિધ રાજકીય-સામાજિક આગેવાનો અને નગરજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સાંજે 5 થી રાત્રે 11 વાગ્યા સુધી મેળો ચાલુ રહેશે રિવરફ્રન્ટના વિશાળ પરિસરમાં શરૂ થયેલો આ મેળો આજથી પાંચ દિવસ સુધી દરરોજ સાંજે 5:00 થી રાત્રે 11:00 વાગ્યા સુધી ખુલ્લો રહેશે. મેળાના પ્રથમ દિવસે જ પાટડી અને આસપાસના ગામડાંમાંથી મેળો માણવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી. ચકડોળ અને વિવિધ ખાણી-પીણીના સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર મેળામાં મુલાકાતીઓ માટે વિવિધ વસ્તુઓના વેચાણ તેમજ ખાણી-પીણીના અનેક સ્ટોલ્સ ઊભા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત બાળકો અને મોટેરાંઓ માટે વિશાળ ચકડોળ સહિતની મનોરંજક રાઈડ્સ પણ ગોઠવવામાં આવી છે. તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકો આ મેળાની મોટા પ્રમાણમાં મુલાકાત લેશે. પાલિકા પ્રમુખ અને કારોબારી ચેરમેન સહિત હોદ્દેદારો હાજર આ પ્રસંગે ભાજપ મહામંત્રી નરેશ પટેલ, રામભાઈ રથવી, શહેર ભાજપ પ્રમુખ વિરલ સોની અને તાલુકા પંચાયત પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ પાલિકા ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન રઘુભાઈ સાવધારીયા અને નગરપાલિકાના તમામ સભ્યોએ હાજરી આપી હતી. ચીફ ઓફિસર સહિતના અધિકારીઓની ઉપસ્થિતિ મેળાના શુભારંભ પ્રસંગે પાટડી નગરપાલિકાના ચીફ ઓફિસર જયશ્રીબેન, રશ્મિ રાવલ, મુકેશ દેસાઈ અને મૌલેશ પરીખ સહિતના સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તંત્ર દ્વારા મેળામાં સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા યોગ્ય આયોજન કરવામાં આવ્યું છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *