પાટડીમાં સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના નવા ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. અંદાજે રૂ. 58 કરોડના ખર્ચે બનનારી આ હોસ્પિટલમાં 100 બેડની સુવિધા હશે. સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલા, સાંસદ ચંદુભાઈ શિહોરા અને દસાડાના ધારાસભ્ય પી.કે. પરમારની હાજરીમાં ખાતમુહૂર્ત થયું હતું. મહેમાનોએ વિધિ અને મંત્રોચ્ચાર સાથે ખાતમુહૂર્ત કર્યું. હાલ પાટડીની સરકારી હોસ્પિટલમાં 30 બેડ છે. પાટડી-ખારાઘોડા રોડ પર આવેલી આ હોસ્પિટલ 92 ગામ વચ્ચેની એકમાત્ર હોસ્પિટલ છે. નવી હોસ્પિટલ બન્યા પછી પાટડી તાલુકાના લોકોને સારવાર માટે સુરેન્દ્રનગર જવું નહીં પડે અને સમય તથા નાણાંની બચત થશે. કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ નબુબેન ચાવડા, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન નટુજી, નગરપાલિકા પ્રમુખ હિતેશભાઈ રાવલ, દિલીપભાઈ પટેલ, નરેશભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર જી.એચ. સોલંકી, જિલ્લા વિકાસ અધિકારી કે.એસ. યાજ્ઞિક અને પ્રાંત અધિકારી મિલન રાવ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.
પાટડીમાં સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના નવા ભવનનું ખાતમુહૂર્ત:રૂ. 58 કરોડના ખર્ચે 100 બેડની હોસ્પિટલ બનશે; 92 ગામના લોકોને સ્થાનિક સ્તરે સારવાર મળશે
📅 Published: November 1, 2026 |
📂 Category: gujarati-news
