પાટડીમાં 30 વર્ષીય યુવક દ્વારા સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય:રમકડાંની લાલચ આપી ઘરે લઈ જઈ સગીર સાથે બદકામ કર્યું, પોક્સો હેઠળ ગુનો

📅 Published: August 16, 2026 | 📂 Category: gujarati-news

પાટડી પંથકમાં એક 11 વર્ષીય સગીર સાથે બદકામનો કિસ્સો સામે આવ્યો છે. એક 30 વર્ષીય યુવકે મેળામાંથી રમકડાં અપાવવાની લાલચ આપી સગીરને પોતાના ઘરે લઈ જઈ આ કૃત્ય આચર્યું હતું. આસપાસના રહીશોએ યુવકને રંગે હાથ ઝડપી પાડ્યો
ઘટના મુજબ, પાટડીના મેળામાં ફરવા ગયેલા સગીરને યુવકે ફોસલાવી પોતાના ઘરે લઈ ગયો હતો. ત્યાં તેણે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. આસપાસના રહીશોને આ અંગે જાણ થતાં તેઓએ યુવકને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. રહીશોએ બાળકને તેની ચુંગાલમાંથી છોડાવી તાત્કાલિક 112 નંબર પર પોલીસને જાણ કરી હતી. યુવકે સમગ્ર બનાવ સાચો હોવાનું કબૂલ્યું
112ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આરોપી યુવક તેમજ સગીરને પોલીસ મથકે લઈ ગઈ હતી. પોલીસ મથકે પીઆઈ અને પીએસઆઈ સહિતનો સ્ટાફ હાજર હતો. પ્રાથમિક પૂછપરછમાં યુવકે સમગ્ર બનાવ સાચો હોવાનું કબૂલ્યું હતું. પાટડી પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો
સગીરના પિતાએ આ શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પાટડી પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ પીઆઈ ચલાવી રહ્યા છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *