પાટણના ખરાદીવાડામાં 70 વર્ષથી યોજાતા શેરી ગરબામાં ખેલૈયાઓએ ધૂમ મચાવી:પ્રોત્સાહન માટે સદગૃહસ્થ પરિવારે ઈનામો સાથે લ્હાણીનું વિતરણ કર્યું

📅 Published: October 20, 2026 | 📂 Category: gujarati-news

પાટણ શહેર સહિત જિલ્લામાં નવરાત્રી પર્વની ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. નવરાત્રીના નવમા નોરતે પાટણના ખરાદીવાડામાં છેલ્લા 70 વર્ષથી યોજાતા શેરી ગરબામાં ખેલૈયાઓએ પરંપરાગત પોશાકમાં રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. આ પ્રસંગે, મહોલ્લાના સદગૃહસ્થ પરિવારના ચાહન કુમાર, અલકાબેન અને ભરતભાઈ રાવળ દ્વારા ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા વિવિધ ઈનામો સાથે લ્હાણીનું વિતરણ કરાયું હતું. તેમણે ધર્મપ્રેમીઓને પ્રસાદ રૂપે કેન્ડી પણ વહેંચી હતી. આયોજકોના આમંત્રણને માન આપીને વિસ્તારના મહિલા કોર્પોરેટર માનસીબેન અમરીશભાઈ ત્રિવેદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલ અને પાલિકા પ્રમુખ ચંદ્રિકાબેન રાવળે સંજોગોવશાત હાજર ન રહી શકતા ટેલિફોન દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે ખરાદીવાડા નવરાત્રી મહોત્સવ સમિતિના આયોજકોને વર્ષોથી શેરી ગરબાની પરંપરા જાળવી રાખવા બદલ બિરદાવ્યા હતા.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *