પાટણના સિદ્ધપુર રોડ પર વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો:હોટલ લોટસના સહયોગથી ટ્રીગાર્ડ સાથે 50 વૃક્ષો વાવ્યા, કુલ 130 વૃક્ષોથી માર્ગ સુશોભિત થયો

📅 Published: October 10, 2026 | 📂 Category: gujarati-news

પાટણના સિદ્ધપુર રોડ પર ભારત વિકાસ પરિષદ સિદ્ધહેમ શાખા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ પર્યાવરણ જાળવણી અને માર્ગને સુંદર બનાવવા માટે કરાયો હતો. આ અભિયાનમાં હોટલ લોટસના અમૃતભાઈ પટેલનો સહયોગ મળ્યો હતો. તેમના સહયોગથી ટ્રીગાર્ડ સાથે 50 વૃક્ષો વાવવામાં આવ્યા હતા. આ પહેલા સંસ્થાએ બ્રિજેશભાઈ પટેલ પરિવારના સહયોગથી 80 રોપા વાવ્યા હતા. નવા વૃક્ષારોપણ સાથે પાટણથી રૂની તરફ જતા રસ્તા પર કુલ 130 વૃક્ષો ટ્રીગાર્ડ સાથે વાવી દેવાયા છે. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારત વિકાસ પરિષદ સિદ્ધહેમ શાખા, પાટણના કારોબારી સભ્યોએ વ્યવસ્થા સંભાળી હતી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *