પાટણ શહેરના શ્રમજીવી વિસ્તારની આંગણવાડી કેન્દ્ર ખાતે ‘વિકસિત ભારત જનસેવા અભિયાન’ અંતર્ગત ‘આંગણ મિલન સેવા’ કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં ICDS ના પૂર્વ સંચાલક ભાવેશ પટેલ, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર, કોર્પોરેટર રેણુકાબેન ઠાકોર અને બાબુભાઈ પ્રજાપતિ હાજર રહ્યા હતા. મહિલા મોરચાના ઉપપ્રમુખ બકુલાબેન પરમાર અને આંગણવાડી CDPO ઉર્મિલાબેન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. હાજર રહેલા મહાનુભાવોએ આંગણવાડીની સેવાઓ અને બાળકોને મળતી સુવિધાઓ વિશે માહિતી આપી હતી. આશા વર્કર અને આંગણવાડી કાર્યકર બહેનોને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરાયા હતા. આ ઉપરાંત, કાર્યક્રમમાં હાજર બાળકોને સુખડી અને કેળાનો નાસ્તો આપવામાં આવ્યો હતો.
પાટણની આંગણવાડીમાં 'આંગણ મિલન સેવા' કાર્યક્રમ યોજાયો:વિકસિત ભારત જનસેવા અભિયાન હેઠળ બાળકોના પોષણ-વિકાસ માટે લોકોને જોડાવા અપીલ, આશા વર્કરનું સન્માન
📅 Published: September 26, 2026 |
📂 Category: gujarati-news
