પાટણની ઓક્સફર્ડ ઈંગ્લીશ સ્કૂલ ખાતે ભારતના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જીએમઈઆરએસ મેડિકલ કોલેજ, ધારપુરના પ્રોફેસર ડો. લિગી એન્ડ્રુસ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ મુખ્ય મહેમાનના હસ્તે ધ્વજવંદન સાથે થયો હતો, ત્યારબાદ રાષ્ટ્રગાન ગવાયું હતું. ડો. એન્ડ્રુસે વિદ્યાર્થીઓને સ્વતંત્રતાનું મહત્વ, દેશભક્તિની ભાવના અને જવાબદાર નાગરિક બનવાની જવાબદારી અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે ફાઉન્ડર પ્રિન્સિપાલ જગદીશભાઈ કથુરિયા, આચાર્ય ડો. લીની નાયર, એકેડેમિક કો-ઓર્ડિનેટર શીતલ કથુરિયા, સ્કૂલના ટ્રસ્ટીઓ લલિતભાઈ કથુરિયા, હર્ષ પટેલ, હાર્દિક સ્વામી અને જગદીશભાઈ ખમાર સહિત શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો, નૃત્ય અને વક્તવ્યો રજૂ કરી સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા સૌનું મનોરંજન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાની ભાવના જોવા મળી હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ, રાષ્ટ્રીય એકતા અને સ્વતંત્રતાના મૂલ્યોનું સિંચન કરી તેમને જવાબદાર નાગરિક બનવા પ્રેરિત કરવાનો હતો.
પાટણની ઓક્સફર્ડ સ્કૂલમાં 80મો સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયો:ડો. લિગી એન્ડ્રુસ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા
📅 Published: August 15, 2026 |
📂 Category: gujarati-news
