પાટણની શ્રી વિલા સોસાયટીમાં માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ:બાળકોએ માતા-પિતાનું પૂજન કરી આશીર્વાદ લીધા, નવરાત્રિના ચોથા દિવસે આયોજન

📅 Published: October 14, 2026 | 📂 Category: gujarati-news

પાટણના અંબાજીનગર નજીક આવેલી શ્રી વિલા સોસાયટીમાં નવરાત્રિના ચોથા દિવસે માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સોસાયટીના બાળકો અને યુવાનોએ શાસ્ત્રોક્ત વિધિ મુજબ પોતાના માતા-પિતાના ચરણ પૂજન અને આરતી કરી આશીર્વાદ મેળવ્યા હતા. સોસાયટીના ઘણા પરિવારો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન બાળકો અને યુવા પેઢીએ વિધિવત માતા-પિતાનું વંદન કર્યું હતું. માતા-પિતાએ પણ સંતાનોને આશીર્વાદ આપ્યા હતા. નવરાત્રિ ઉત્સવ સાથે આવા સંસ્કારલક્ષી આયોજનને સોસાયટીના લોકોએ આવકાર્યું હતું. આ પ્રસંગે સોસાયટીના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં રહીશો હાજર રહ્યા હતા.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *