પાટણમાં 55 સિનિયર સિટીઝન્સ માટે ધાર્મિક યાત્રા:લાયન્સ ક્લબ દ્વારા પાંચ મહાદેવ અને અંબાજીના દર્શન

📅 Published: August 24, 2026 | 📂 Category: gujarati-news

પાટણ લાયન્સ ક્લબ, લીઓ ક્લબ અને દાતાઓના સહયોગથી શહેરના 55 સિનિયર સિટીઝન્સ માટે ધાર્મિક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા અંતર્ગત વડીલોએ પાંચ મહાદેવ મંદિરો અને અંબાજી ધામના દર્શન કર્યા હતા. આ યાત્રાની શરૂઆત આજે વહેલી સવારે પાટણના ઐતિહાસિક બગવાડા દરવાજા ખાતેથી થઈ હતી. યાત્રાળુઓ લક્ઝરી બસ મારફતે દર્શનાર્થે રવાના થયા હતા. આ આયોજનનો મુખ્ય હેતુ આર્થિક કે અન્ય કારણોસર યાત્રાએ ન જઈ શકતા સિનિયર સિટીઝન્સને ધાર્મિક સ્થળોના દર્શન કરાવવાનો હતો. સમગ્ર પ્રવાસ દરમિયાન શ્રદ્ધાળુઓએ પાંચ પ્રખ્યાત મહાદેવ મંદિરો અને જગતજનની મા અંબાના ધામ અંબાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. છેલ્લા 12 વર્ષથી સતત ચાલતી આ સેવાકીય પરંપરાથી અત્યાર સુધીમાં અનેક વડીલોએ ધાર્મિક સ્થળોની યાત્રાનો લાભ લીધો છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *