પાટણ અને પંચમહાલમાં પ્રેમીપંખીડાનો આપઘાત:સરસ્વતીના જંગરાલના ખેતરમાં લીમડાના ઝાડે બે લટકતી લાશ મળી, ગોધરામાં પ્રેમીએ ગળેફાંસો ખાતા પ્રેમિકાએ કૂવામાં ઝંપલાવ્યું

📅 Published: November 15, 2026 | 📂 Category: gujarati-news

ગુજરાતમાં પ્રેમીપંખીડાના આપઘાતના બે બનાવ સામે આવ્યા છે. જેમાં પાટણના સરસ્વતી તાલુકાના જંગરાલ ગામની સીમમાં એક ખેતરના લીમડાના ઝાડ સાથે પ્રેમી યુગલે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પ્રેમ સંબંધના કારણે બંનેએ આ અંતિમ પગલું ભર્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. તો પંચમહાલના ગોધરામાં પ્રેમીએ ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવતાં ઘોઘંબા તાલુકાના રૂપારેલ ગામે પ્રેમિકાએ કૂવામાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. ખેતર માલિકે મૃતદેહ જોતાં પોલીસને જાણ કરી
સરસ્વતી તાલુકાના જંગરાલ ગામે નિર્મિત પેટ્રોલ પંપની પાછળ રાજુ મલા દેસાઈનું ખેતર આવેલું છે. આજે 15 નવેમ્બર 2026ના રોજ સવારના સુમારે ખેતર માલિક ખેતરે પહોંચ્યા ત્યારે ખેતરમાં આવેલા લીમડાના ઝાડ સાથે એક યુવક અને યુવતીના મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યા હતા. આ દૃશ્ય જોઈને તેમણે તાત્કાલિક 112 નંબર પર કોલ કરી પોલીસને જાણ કરી હતી. પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો
ઘટનાની જાણ થતાં જ 112 જનરક્ષક વાનના ઇન્ચાર્જ નટવર શંકર તેમજ વાગડોદ પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે સ્થળ પર જરૂરી પંચનામું કરી બંને મૃતદેહને નીચે ઉતાર્યા હતા અને પોસ્ટમોર્ટમ (PM) માટે જંગરાલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યા હતા. ખોડાણા અને હામાણીપુરાના વતની હોવાનું ખુલ્યું
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવક સરસ્વતી તાલુકાના ખોડાણા ગામનો અને મૃતક યુવતી હામાણીપુરા ગામની વતની હોવાનું સામે આવ્યું છે. આ અંગે વાગડોદ પોલીસ સ્ટેશનના પીઆઈ એ.વી. દેસાઈએ જણાવ્યું હતું કે, બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો અને પ્રેમ પ્રકરણમાં જ બંનેએ આપઘાત કરી લીધો છે. જંગરાલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બંનેના મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. હાલ વાગડોદ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ પણ વાંચો, પ્રેમીએ ગળાફાંસો ખાતા પ્રેમિકાએ કૂવો પૂર્યો પંચમહાલના ગોધરા અને ઘોઘંબા તાલુકામાં પ્રેમ સંબંધનો કરુણ અંજામ આવ્યો હોવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પ્રેમ સંબંધમાં રહેલા યુવક અને યુવતીએ અગમ્ય કારણોસર અલગ-અલગ સ્થળે આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ચકચાર મચી ગઈ છે. આ કરુણ ઘટનાને પગલે બંનેનું 3 માસનું માસૂમ બાળક માતા-પિતાની છત્રછાયા ગુમાવી નોંધારું બન્યું છે. ગોધરા તાલુકા અને ઘોઘંબા પોલીસ મથકે અકસ્માત મોત (A.D.)ની નોંધ કરી હતી. સમગ્ર અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *