પાટણ જિલ્લા કક્ષાની ઓપન ભાઈઓની ફૂટબોલ સ્પર્ધા જિમખાના ખાતે યોજાઈ હતી. આ સ્પર્ધામાં કુલ 9 ટીમોએ ભાગ લીધો હતો. ફાઇનલ મેચ FRIENDS FC, પાટણ અને ધિણોજ FC વચ્ચે રમાઈ હતી.નિર્ધારિત સમયમાં બંને ટીમોનો સ્કોર 1-1 રહ્યો હતો. ત્યારબાદ પેનલ્ટી શૂટઆઉટમાં FRIENDS FC, પાટણે 4-2 થી જીત મેળવી ચેમ્પિયનનો ખિતાબ જીત્યો.વિજેતા ટીમને કુલ 48,000 રૂપિયાનું ઇનામ મળ્યું. FRIENDS FC, પાટણ સતત બીજા વર્ષે ચેમ્પિયન બન્યું છે.
પાટણ જિલ્લા ફૂટબોલ સ્પર્ધામાં FRIENDS FC ચેમ્પિયન બન્યું:ધિણોજ FC ને હરાવી સતત બીજા વર્ષે 48 હજારનું ઇનામ જીત્યું, 9 ટીમોએ ભાગ લીધો
📅 Published: October 19, 2026 |
📂 Category: gujarati-news
