પાટણ નગરપાલિકા 23 ઓક્ટોબરથી સ્વદેશી મેળો યોજશે:સ્થાનિક વેપારીઓને મજબૂતી આપવા પ્રગતિ મેદાન પાસે 50 સ્ટોલ, સાંસદ ઉદ્ઘાટન કરશે

📅 Published: October 21, 2026 | 📂 Category: gujarati-news

પાટણ નગરપાલિકા દ્વારા સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અને વેપારીઓને બજાર પૂરું પાડવાના હેતુથી આગામી 23/10/2026ના રોજ બી. એમ. હાઈસ્કૂલ સામે આવેલા પ્રગતિ મેદાન નજીક ‘સ્વદેશી મેળો (શોપિંગ ફેસ્ટીવલ)’ યોજાશે, જેમાં 50 જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવશે. પાટણ નગરપાલિકા દ્વારા ‘વોકલ ફોર લોકલ’ અને ‘હર ઘર સ્વદેશી’ના અભિગમ સાથે સ્થાનિક વેપાર-રોજગારને ગતિ આપવા માટે આ શોપિંગ ફેસ્ટીવલનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ મેળો તારીખ 23/10/2026, શુક્રવારના રોજ બી. એમ. હાઈસ્કૂલ સામે, પ્રગતિ મેદાનની બાજુમાં આવેલા મેદાન ખાતે શરૂ થશે. સ્થાનિક કક્ષાએ બનતી વિવિધ વસ્તુઓ અને ઉત્પાદનોનું સીધું વેચાણ થઈ શકે તેમજ સ્થાનિક વેપારીઓને એક સક્ષમ મંચ મળી રહે તે માટે સમગ્ર પરિસરમાં 50 જેટલા સ્ટોલ તૈયાર કરાશે. આ કાર્યક્રમનું વિધિવત ઉદ્ઘાટન પાટણના સાંસદ ભરતસિંહ ડાભી દ્વારા કરવામાં આવશે. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિકાબેન પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ સિંધવ, પૂર્વ પ્રદેશ મહામંત્રી કે.સી. પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી લાલજી દેસાઈ, સંજય પટેલ અને બાબુ ઠાકોર ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત પાટણ શહેર ભાજપ પ્રમુખ હર્ષ પટેલ તેમજ શહેર મહામંત્રી જીગ્નેશ સોની અને મનીષ મોદી પણ હાજરી આપશે. કાર્યક્રમના નિમંત્રક તરીકે પાટણ નગરપાલિકા પ્રમુખ ચંદ્રિકાબેન રાવળ, ઉપપ્રમુખ ઉત્કર્ષ પટેલ, કારોબારી સમિતિ ચેરમેન નિલમ પટેલ, દંડક મનીષાબેન પ્રજાપતિ, શાસક પક્ષ નેતા ડૉ. મનોજ ઠાકોર, સમાજ કલ્યાણ શાખા ચેરમેન છાયાબેન પટેલ, ચીફ ઓફિસર હિરલબેન ઠાકર સહિત પાલિકાના તમામ સભ્યો અને કર્મચારીઓ ઉપસ્થિત રહેશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *