પાટણ પ્રજાપતિ સમાજના કેસરિયા નવરાત્રી મહોત્સવનો ફાઇનલ રાઉન્ડ:આગેવાનોએ દીકરા-દીકરીઓને પ્રોત્સાહિત કર્યા, વિજેતાઓને ઈનામ અપાયા

📅 Published: October 4, 2026 | 📂 Category: gujarati-news

પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજ યુવા સંગઠન દ્વારા આયોજિત કેસરિયા ગરબા મહોત્સવનો ફાઇનલ રાઉન્ડ શનિવારે રાત્રે શહેરના વિપુલ પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો. જગત જનની જગદંબાની આરાધનાના પાવન પર્વ નવરાત્રી નિમિત્તે આ મહોત્સવનું આયોજન ‘સમાજની દીકરી સમાજના આંગણે’ થીમ પર કરાયું હતું. સારથી ઓટો સારથી ટોયોટા મેઈન સ્પોન્સર હતા. આ મહોત્સવનું આયોજન છેલ્લા દોઢ મહિનાથી શહેરના સોની વાડા વિસ્તારમાં આવેલ વાઘેશ્વરી માતાની વાડી પરિસરમાં કરવામાં આવ્યું હતું. જેમાં સમાજના દીકરા-દીકરીઓ મળીને અંદાજિત 120 ખેલૈયાઓએ નવરાત્રીના ગરબાના વિવિધ સ્ટેપ્સ શીખીને આગામી મહોત્સવને યાદગાર બનાવવા મહેનત કરી હતી. આ પ્રસંગે સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો. ફાઇનલ રાઉન્ડમાં વિજેતા બનેલા ખેલૈયાઓ તેમજ ભાગ લેનાર દરેક દીકરા-દીકરીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા.કેસરિયા નવરાત્રી મહોત્સવના આ કાર્યક્રમને સફળ બનાવવા પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજ યુવા સંગઠનના પ્રમુખ ઋત્વિકભાઈ પ્રજાપતિ સહિત તેમની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *