પાણીની બોટલમાં બેક્ટેરિયાનું ઘર!:શું બોટલ રોજ સાફ કરવી જરૂરી છે? ડૉક્ટર પાસેથી સમજો ક્લિનિંગ સાયન્સ, 8 ભૂલો ન કરો

📅 Published: November 26, 2026 | 📂 Category: Lifestyle

સવારે ઊઠતાં જ તમે પાણીની બોટલ ઉપાડી. ઢાંકણું ખોલ્યું અને પાણી પી ને બોટલ ફરી ટેબલ પર મૂકી દીધી. આખો દિવસ આ જ ક્રમ ચાલતો રહ્યો. રાત્રે બોટલ ખાલી કરી અને બીજા દિવસે ફરી તેમાં તાજું પાણી ભરી લીધું. તમને લાગે છે કે બોટલ સાફ છે, કારણ કે તેમાં ફક્ત પાણી જ રાખવામાં આવ્યું હતું. પરંતુ જરા વિચારો, શું ફક્ત પાણી ખાલી કરી દેવાથી બોટલ સાફ થઈ જાય છે? હકીકતમાં, બોટલની ગંદકી હંમેશાં આંખોથી દેખાતી નથી. તેની અંદર રહેલી ભેજથી બેક્ટેરિયા અને અન્ય જર્મ્સ વધી શકે છે. તેનાથી ઘણી બીમારીઓનું જોખમ વધે છે. આથી આજે ‘કામના સમાચાર’માં પાણીની બોટલની સફાઈ વિશે વાત કરીશું. સાથે જ જાણીશું કે- નિષ્ણાત- ડૉ. બોબી દીવાન, સિનિયર ફિઝિશિયન, દિલ્હી પ્રશ્ન- પાણીની બોટલ સાફ કરવાની સાચી રીત શું છે? સંપૂર્ણ પ્રક્રિયા સમજાવો. જવાબ- આ માટે હળવા ડિશવોશ લિક્વિડ, હૂંફાળા પાણી અને બોટલ ક્લીનિંગ બ્રશનો ઉપયોગ કરો. બોટલના અંદરના ભાગની સાથે ઢાંકણું, રબરની સીલ અને સ્ટ્રો પણ સારી રીતે સાફ કરો. ત્યાર બાદ તમામ ભાગોને સ્વચ્છ પાણીથી ધોઈને સંપૂર્ણપણે સુકવો. સાચી રીત ગ્રાફિકમાં જુઓ- પ્રશ્ન- પ્લાસ્ટિક, સ્ટીલ, તાંબા અને કાચની બોટલ સાફ કરવામાં શું તફાવત છે? જવાબ- સામગ્રી અનુસાર બોટલ સાફ કરવાની રીત થોડી અલગ હોય છે. તેને પોઇન્ટર્સ દ્વારા સમજો- 1. પ્લાસ્ટિકની બોટલ 2. સ્ટીલની બોટલ 3. તાંબાની બોટલ 4. કાચની બોટલ સફાઈ દરમિયાન કેટલીક ભૂલોથી બચો. તેને ગ્રાફિકમાં જુઓ- સવાલ- બોટલના ઢાંકણાં, સ્ટ્રો, રબરની રિંગ, સિલિકોન સીલ અને ઢાંકણાના થ્રેડ્સની સફાઈ કેવી રીતે કરવી? જવાબ- બોટલના નાના ભાગોમાં પાણી, ભેજ અને ગંદકી જમા થઈ શકે છે. તેથી તેમને અલગ-અલગ કાઢીને સાફ કરો. તેને પોઈન્ટર્સથી સમજો- સવાલ- પાણીની બોટલ દરરોજ ધોવી જોઈએ કે અઠવાડિયામાં એક વાર? જવાબ- સિનિયર ફિઝિશિયન ડૉ. બોબી દીવાનના જણાવ્યા મુજબ, પાણીની બોટલ દરરોજ ધોવી જોઈએ. તેને અઠવાડિયામાં એક વાર ધોવું પૂરતું નથી. સવાલ- શું દર વખતે ડિશવોશ લિક્વિડનો ઉપયોગ કરવો જરૂરી છે? જવાબ- હા, બોટલની સફાઈ માટે દર વખતે ડિશવૉશ લિક્વિડનો ઉપયોગ કરવો વધુ સારું છે. માત્ર પાણીથી કોગળા કરવાથી લાળ, ચીકાશ અને બેક્ટેરિયા સંપૂર્ણપણે દૂર થતા નથી. સવાલ- બોટલ બ્રશનો ઉપયોગ ક્યારે અને કેવી રીતે કરવો? જવાબ- બોટલના અંદરના ભાગની, ખાસ કરીને તળિયા અને ખૂણાઓની સફાઈ માટે બોટલ બ્રશનો ઉપયોગ કરો. બ્રશ પર થોડું ડિશવૉશ લિક્વિડ લગાવીને બોટલની અંદરની દીવાલો અને તળિયાને સારી રીતે ઘસો. ઉપયોગ કર્યા પછી બ્રશને પણ ધોઈને સૂકવો. સવાલ- બોટલ ધોયા પછી તેને સંપૂર્ણપણે સૂકવવું શા માટે જરૂરી છે? જવાબ- આ સફાઈનો જરૂરી ભાગ છે. અંદર રહી ગયેલી ભેજથી બેક્ટેરિયા અને ફૂગ પેદા થઈ શકે છે. બોટલને સંપૂર્ણપણે સૂકવવું શા માટે જરૂરી છે, તે ગ્રાફિકમાં જુઓ- પ્રશ્ન- ધોયા પછી બોટલને કેવી રીતે સુકવવી? જવાબ- તેને મુદ્દાઓ દ્વારા સમજો- સવાલ- પાણીની બોટલમાં બેક્ટેરિયા અને ફૂગ કેવી રીતે વિકસે છે? જવાબ- પાણીની બોટલમાં બેક્ટેરિયા અને ફૂગ ઘણા રસ્તાઓથી પહોંચે છે, જેમ કે- સવાલ- બોટલને બહારથી સ્વચ્છ જોઈને શું તેની અંદરની સફાઈનો અંદાજ લગાવી શકાય છે? જવાબ- ના, બોટલ બહારથી સ્વચ્છ દેખાતી હોવા છતાં અંદરથી ગંદી હોઈ શકે છે. બેક્ટેરિયા અને અન્ય સૂક્ષ્મજીવો હંમેશાં આંખોથી દેખાતા નથી. સવાલ- ગંદી બોટલથી સ્વાસ્થ્યને શું નુકસાન થઈ શકે છે? જવાબ- ગંદી બોટલમાં જમા થયેલા બેક્ટેરિયા અને ફૂગ શરીરમાં પહોંચીને ચેપનું જોખમ વધારી શકે છે. તેનાથી આ સમસ્યાઓ થઈ શકે છે- સવાલ- કયા સંકેતોથી ખબર પડે છે કે હવે બોટલ બદલવાનો સમય આવી ગયો છે? જવાબ- તેને મુદ્દાઓ દ્વારા સમજો 1. પ્લાસ્ટિકની બોટલ ક્યારે બદલવી? 2. સ્ટીલની બોટલ ક્યારે બદલવી? 3. તાંબાની બોટલ ક્યારે બદલવી? 4. કાચની બોટલ ક્યારે બદલવી? 5. ઢાંકણ, રબર સીલ અને સ્ટ્રો ક્યારે બદલવા? *************** ગ્રાફિક્સ- અજીત સિંહ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *