પાર્ટી કરતા લોકો પર અચાનક AK-47થી અંધાધૂંધ ફાયરિંગ:17 લોકો ઢળી પડ્યા, 8 હુમલાખોરો ફોન છીનવી ફરાર; દક્ષિણ આફ્રિકામાં મધ્યરાત્રિએ નરસંહાર

📅 Published: September 27, 2026 | 📂 Category: International

બારમાં થયેલા અંધાધૂંધ ગોળીબારમાં 17 લોકોનાં મોત થયા છે, જ્યારે 15 લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં 13 પુરુષો અને 4 મહિલાઓનો સમાવેશ થાય છે. આ ઘટના દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગના દક્ષિણ-પશ્ચિમમાં આવેલા વેડેલા ટાઉનશિપની છે. રોયટર્સના જણાવ્યા અનુસાર, આ ઘટના શનિવારે રાત્રે લગભગ 9:30 વાગ્યે ગૌતાંગમાં બની હતી. ગોળીબાર પહેલાં લોકો પાર્ટી કરી રહ્યા હતા. આ દરમિયાન હુમલાખોરો AK-47 લઈને આવ્યા અને ગોળીબાર કરી દીધો. પોલીસે આરોપીઓની શોધ માટે મોટા પાયે અભિયાન શરૂ કર્યું છે. આ પહેલાં દક્ષિણ આફ્રિકાના ક્વા-મખુથા વિસ્તારમાં 4 દિવસ પહેલાં પણ સામૂહિક ગોળીબાર થયો હતો. તેમાં 12 લોકોનાં મોત થયા હતાં. 8 અજાણ્યા હુમલાખોરોએ લોકો પર ગોળીબાર કર્યો દક્ષિણ આફ્રિકાની પોલીસના જણાવ્યા મુજબ 8 અજાણ્યા હુમલાખોરો બારમાં પહોંચ્યા અને બહાર બેસીને દારૂ પી રહેલા લોકો પર ગોળીબાર શરૂ કર્યો. ત્યારબાદ હુમલાખોરો બારની અંદર ઘૂસી ગયા અને ત્યાં હાજર લોકો પર પણ ગોળીબાર કર્યો. ગોળીબાર શા માટે કરવામાં આવ્યો તેનું કારણ હજુ સામે આવ્યું નથી. પોલીસે જણાવ્યું કે હુમલાખોરો પાસે AK-47 રાઇફલ ઉપરાંત પિસ્તોલ પણ હતી. ગોળીબાર બાદ હુમલાખોરોએ કેટલાક લોકોની તલાશી લીધી અને તેમના મોબાઇલ ફોન છીનવી લીધા. ત્યારબાદ તેઓ બે અજાણી ગાડીઓમાં બેસીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા. રવિવાર સુધી કોઈ આરોપીની ધરપકડ થઈ નથી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *