પાલનપુરના સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલમાં 80th સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગના અધિકારી હર્ષ રાજપરા અને તેમનાં ધર્મપત્ની ધ્રુવીબેન રાજપરાના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. સ્વસ્તિક સ્કાઉટ બેન્ડ દ્વારા દેશભક્તિના માહોલ વચ્ચે મહેમાનોનું ભવ્ય સ્વાગત કરાયું ધ્વજવંદન સમારોહ પૂર્વે સ્વસ્તિક સ્કાઉટ બેન્ડ દ્વારા વિશિષ્ટ સ્વાગતવિધિ રજૂ કરવામાં આવી હતી. બેન્ડની સૂરાવલીઓ અને રાષ્ટ્રપ્રેમના ઉત્સાહ સાથે સમગ્ર શૈક્ષણિક સંકુલમાં દેશભક્તિનો ઉત્સવમય માહોલ છવાયો હતો. વિદ્યાર્થીઓએ સમૂહગીત અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ દ્વારા રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપ્યો આ ઉજવણી દરમિયાન સંકુલના વિદ્યાર્થીઓએ દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમથી સભર ગીતો, સમૂહગીત અને નૃત્ય સહિતના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. વિદ્યાર્થીઓની મનમોહક કૃતિઓએ ઉપસ્થિત સૌ કોઈમાં દેશદાઝની ભાવના જગાડી હતી. મંડળના હોદ્દેદારો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ આ કાર્યક્રમમાં મંડળના પ્રમુખ રમેશભાઈ પટેલ, મંત્રી જયંતિભાઈ ઘોડા, ઉપપ્રમુખ પ્રકાશભાઈ ગામી સહિત કારોબારી સભ્યો, સંકુલના આચાર્યો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સમગ્ર આયોજન અત્યંત ઉત્સાહપૂર્ણ અને રાષ્ટ્રપ્રેમના વાતાવરણમાં સંપન્ન થયું હતું.
પાલનપુરના સ્વસ્તિક શૈક્ષણિક સંકુલમાં સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયું:શિક્ષણ અધિકારી હર્ષ રાજપરાના હસ્તે ધ્વજવંદન કરાયું; વિદ્યાર્થીઓએ દેશભક્તિસભર ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા
📅 Published: August 15, 2026 |
📂 Category: gujarati-news
