પાલનપુરમાં ક્રેને 10 વાહનોને અડફેટે લીધા:ST બસના ચાલકે બ્રેક મારતા પાછળ આવતી ક્રેન અનેક વાહનો પર ચડી ગઈ, સદનસીબે કોઈ જાનહાનિ નહીં

📅 Published: October 6, 2026 | 📂 Category: gujarati-news

બનાસકાંઠાના પાલનપુરમાં એરુમા સર્કલ પાસે ગતરોજ એક મોટો અકસ્માત થયો હતો. અહીં એક ક્રેન આશરે 10 વાહનો પર ચડી ગઈ હતી. એસટી બસના ચાલકે અચાનક બ્રેક મારતા પાછળથી આવતી ક્રેનનો ચાલક સમયસર બ્રેક મારી શક્યો ન હતો. જેના કારણે આ ઘટના બની. આ અકસ્માતમાં ક્રેનની અડફેટે આવેલા અનેક વાહનોને નુકસાન થયું હતું. ઘટના બાદ સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. અકસ્માતને કારણે એરુમા સર્કલ તરફના રસ્તા પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી, જેનાથી ટ્રાફિક જામ થયો હતો. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો અને વાહનચાલકો પણ મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ જતાં વાહનચાલકોને મુશ્કેલી પડી હતી. અકસ્માતની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને વાહનોને રસ્તા પરથી હટાવી ટ્રાફિક સામાન્ય કરવાના પ્રયાસો શરૂ કર્યા હતા.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *