પાલીતાણામાં બંધ મકાનમાં તસ્કરોનો હાથફેરો:વૃદ્ધ દંપતી બહાર જતાં અજાણ્યા શખ્સે સોના-ચાંદીના દાગીના સહિત કુલ 1 લાખનો મુદ્દામાલ સાફ કર્યો

📅 Published: September 1, 2026 | 📂 Category: gujarati-news

ભાવનગર જિલ્લાના પાલીતાણા શહેરની રામ સોસાયટીમાં રહેતા વૃદ્ધ દંપતી બંધ મકાને સાસરીમાં ગયા હતા, તે દરમિયાન અજાણ્યા તસ્કરોએ બંધ મકાનના તાળાં તોડી કબાટની તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીનાની ચોરી આચરી હતી. આ બનાવ અંગે વૃદ્ધે પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. પાલીતાણાના રામ સોસાયટીમાં રહેતા અને ખેતીકામ કરતા 64 વર્ષના ફરિયાદી કાનજીભાઈ જીવાણી 27 ઓગસ્ટથી 29 ઓગસ્ટ દરમિયાન પત્ની સાથે ગારિયાધાર તાલુકાના માનપુર ગામે સાસરીમાં ગયા હતા, ત્યારે ચોરીની ઘટના બની હતી. તસ્કરોએ ઘરના મુખ્ય દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને રૂમના દીવાલ કબાટ તથા તિજોરીના તાળાં તોડી સામાન વેરવિખેર કરી નાખ્યો હતો. ચોરોએ સોનાનો 2 તોલાનો હાર, ચાંદીની બે મૂર્તિ, રાણીસિક્કા, ચાંદીનું પેન્ડલ મળી કુલ કિંમત ₹1,03,010 નો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ પાલીતાણા ટાઉન પોલીસે અજાણ્યા તસ્કરો સામે BNS ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી તસ્કરોને ઝડપી પાડવા આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *