પાળીયાદ પાંજરાપોળને 85 ગુણી રાજદાણનું દાન મળ્યું:પર્યુષણના પ્રથમ દિવસે સુરેન્દ્રનગરના ભાવેશ દોશીએ અબોલ પશુઓ માટે આપ્યું

📅 Published: September 8, 2026 | 📂 Category: gujarati-news

પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વના પ્રથમ દિવસે શ્રી પાળીયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટને 85 ગુણી રાજદાણનું દાન મળ્યું છે. આ દાન અબોલ પશુઓના પૌષ્ટિક આહાર માટે આપવામાં આવ્યું છે. આ જીવદયાનું કાર્ય સુરેન્દ્રનગરના ભાવેશ દોશી દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે અબોલ જીવોને નિયમિત સાતા પમાડવાની શુભ ભાવના સાથે આ દાન આપ્યું. આ દાન 08 સપ્ટેમ્બર 2026, મંગળવારના રોજ પ્રાપ્ત થયું હતું. આ પ્રસંગે ‘અહિંસા પરમો ધર્મ, જૈનમ જયતિ શાસનમ’નો સૂત્રચાર કરવામાં આવ્યો હતો.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *