નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના છાપર ગામે પૂર સંઘર્ષ સમિતિના સભ્યો વચ્ચે જ ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી થવાની ઘટના સામે આવી છે. અંબિકા નદીના કાંઠાના ગામોમાં દર વર્ષે સર્જાતી પૂરની પરિસ્થિતિ સામે લડવા અને કાયમી ઉકેલ લાવવાના હેતુથી આ સમિતિ બનાવવામાં આવી હતી. 23 ઓગસ્ટે યોજાયેલી બેઠક દરમિયાન સમિતિના યુવાનો વચ્ચે અંદરોઅંદર મારામારી થઈ હતી, જેના વીડિયો વાઇરલ થયો છે. વ્હોટ્સએપ ગ્રુપમાં મેસેજ ન કરવા મુદ્દે વિવાદ
પ્રાપ્ત માહિતી અનુસાર, પૂર સંઘર્ષ સમિતિના વ્હોટ્સએપ ગ્રુપમાં બેઠક અંગેની જાણ કે માહિતી ન કરવામાં આવતાં કેટલાક યુવાનો ભડક્યા હતા. પૂરની ગંભીર સમસ્યાનો કાયમી ઉકેલ શોધવાના બદલે યુવાનો અંદરોઅંદર બાખડી પડતાં વાતાવરણ ગરમ થઈ ગયું હતું. પોલીસ બોલાવવાની ફરજ પડી
સમિતિના સભ્યો વચ્ચેની ઝપાઝપી અને બોલાચાલી વધતાં ઘટનાસ્થળે વાતાવરણ વધુ તંગ બન્યું હતું. સ્થિતિને થાળે પાડવા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે આખરે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.
પૂરની સ્થિતિ સામે 'લડવા' બનેલી સમિતિના સભ્યો અંદરોઅંદર બાખડ્યા, VIDEO:નવસારીના છાપર ગામની બેઠકનો વ્હોટ્સએપ ગ્રુપમાં મેસેજ ન કરતા વિવાદ
📅 Published: August 24, 2026 |
📂 Category: gujarati-news
