વલસાડના ડુંગરી વિસ્તારમાં પૂર્વ પ્રેમિકા સાથે વાત કરવાનું બંધ કરવાના કારણે એક યુવકે તેના પતિ પર કુહાડીથી જીવલેણ હુમલો કર્યો હતો. ડુંગરી પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપી રાજેશભાઈ બાવાભાઈ પટેલને ઝડપી પાડ્યો છે. ફરિયાદી મહિલા અને રાજેશ વચ્ચે પહેલા સંબંધ હતા, જે મહિલાએ એક વર્ષ પહેલા તોડી નાખ્યા હતા. આ અદાવતમાં રાજેશે અગાઉ મહિલાના પતિને ‘તારી પત્નીને સાચવીને રાખજે’ તેવી ધમકી પણ આપી હતી. ગત 19 ઓક્ટોબરે રાત્રે સાડા નવેક વાગ્યે ફરિયાદી અને તેમના પતિ જૂના ઘરમાં સૂતા હતા. ત્યારે રાજેશ કુહાડી લઈને ઘરમાં ઘૂસી આવ્યો. તેણે પતિના બરડા, ગરદન, માથા અને જમણા હાથની આંગળી પર ઘા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી. ઈજાગ્રસ્તને તરત જ 108 એમ્બ્યુલન્સથી વલસાડ સિવિલ હોસ્પિટલ લઈ જવાયા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. DySP જીતેન્દ્રભાઈ કનુભાઈ પટેલ વધુ તપાસ કરી રહ્યા છે.
પૂર્વ પ્રેમિકાએ બોલવાની ના પાડતા તેના પતિ પર કુહાડીથી હુમલો:વલસાડમાં ઘરમાં ઘૂસી હુમલો કરનાર આરોપી રાજેશ પટેલ ઝડપાયો
📅 Published: October 20, 2026 |
📂 Category: gujarati-news
