પોરબંદર જિલ્લાના બખરલા ગામથી બીલડી સીમ શાળા તરફ જતા રસ્તે બગવદર પોલીસે કિયા સેલ્ટોસ કારમાંથી વિદેશી દારૂની 336 બોટલો જપ્ત કરી છે. પોલીસનો પીછો જોઈને કારચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે દારૂ અને કાર સહિત કુલ ₹8,78,000નો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પેટ્રોલિંગ દરમિયાન વોચ ગોઠવાઈ હતી
જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા, પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા અને ગ્રામ્ય વિભાગના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક ધ્રુવલ સુતરિયાની સૂચના મુજબ જિલ્લામાં દારૂની ગેરકાયદેસર હેરાફેરી રોકવા ઝુંબેશ ચાલી રહી છે. બગવદર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એ. ઝાલા અને સ્ટાફ પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન એ.એસ.આઈ. એચ.ડી. સીસોદિયા અને પોલીસ હેડ કોન્સ્ટેબલ વિજય ભૂતીયાને મળેલી બાતમીના આધારે બખરલા-બીલડી સીમમાં વોચ ગોઠવવામાં આવી હતી. કારનો પીછો કરતા ચાલક કાર મૂકીને ફરાર
વોચ દરમિયાન સફેદ રંગની કિયા સેલ્ટોસ કાર પસાર થતાં પોલીસે તેનો પીછો કર્યો હતો, પરંતુ કારચાલક કાર મૂકીને ભાગી ગયો હતો. પોલીસે કારની તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેમાં વિવધ બ્રાન્ડની 120 બોટલનો સમાવેશ થાય છે. ₹8,78,000નો મુદ્દામાલ કબજે, ચાલકની તપાસ શરૂ
પોલીસે કુલ 336 બોટલ દારૂ અને ₹5,00,000ની કિંમતની કાર સહિત કુલ ₹8,78,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ બનાવ અંગે બગવદર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે, તેમજ ફરાર કારચાલકને પકડવા અને દારૂ ક્યાંથી લવાયો તથા ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.
પોરબંદરના બખરલા-બીલડી સીમમાં કારમાંથી દારૂની 336 બોટલો ઝડપાઈ:બગવદર પોલીસે દારૂ અને કાર સહિત ₹8,78,000નો મુદ્દામાલ જપ્ત કર્યો;કારચાલક ફરાર
📅 Published: November 22, 2026 |
📂 Category: gujarati-news
