પોરબંદરમાં યોગી ડેરીમાંથી શંકાસ્પદ ભેળસેળયુક્ત ઘી ઝડપાયું:30 કિલો ઘી સીલ કરાયું, ફૂડ સેફ્ટી અધિકારીએ સેમ્પલ લીધા

📅 Published: September 22, 2026 | 📂 Category: gujarati-news

પોરબંદરમાં ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોના ગેરકાયદેસર ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ સામે SOG પોલીસે કાર્યવાહી કરી છે. સત્યનારાયણ મંદિર પાસે દેવદર્શન એપાર્ટમેન્ટ નીચે આવેલી “યોગી ડેરી”માં શંકાસ્પદ ભેળસેળયુક્ત ઘી હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોરબંદર SOGની ટીમે તપાસ કરી. પોલીસને મળેલી બાતમીના આધારે કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તારની યોગી ડેરીમાં તપાસ કરાઈ. તપાસ દરમિયાન ડેરીમાં વિજયભાઈ નટવરભાઈ કોટેચા હાજર હતા. તેમની હાજરીમાં ડેરીની તપાસ કરતા બે ડબ્બામાં રાખેલું કુલ 30 કિલો ઘી શંકાસ્પદ લાગ્યું. પોલીસે તરત જ ફૂડ સેફ્ટી અધિકારીને આ અંગે જાણ કરી. ફૂડ સેફ્ટી અધિકારીએ સ્થળ પર કાર્યવાહી કરી. તેમણે શંકાસ્પદ ઘીના સેમ્પલ તપાસ માટે લીધા. ત્યારબાદ કુલ 30 કિલો શંકાસ્પદ ઘીને સીલ કરાયું. પોલીસે વિજયભાઈ નટવરભાઈ કોટેચા સામે Food and Drugs કાયદા હેઠળ કાર્યવાહી કરી છે. ઘીના સેમ્પલનો રિપોર્ટ આવ્યા પછી આગળની કાર્યવાહી થશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *