પોરબંદરમાં સ્વચ્છતા અભિયાન માત્ર કાગળ પર:10,800 ફરિયાદો છતાં ઠેર-ઠેર ગંદકીના ગંજ; હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી; પાલિકાનો સ્ટાફ કચરો ઠાલવતો હોવાનો ગંભીર આક્ષેપ

📅 Published: November 3, 2026 | 📂 Category: gujarati-news

પોરબંદર શહેરમાં તંત્ર દ્વારા ચલાવવામાં આવતું સ્વચ્છતા અભિયાન માત્ર કાગળ પર સીમિત રહી ગયું હોવાનું ગ્રાઉન્ડ રિયાલિટી રિપોર્ટિંગમાં સામે આવ્યું છે. શહેરમાં છેલ્લા એક મહિનાથી ચાલેલા સફાઈ અભિયાન અને અર્બન ગુજરાતની વોટ્સએપ હેલ્પલાઇન પર 10,800થી વધુ ફરિયાદો નોંધાઈ હોવા છતાં અનેક વિસ્તારોમાં કચરાના વિશાળ ગંજ ખડકાયેલા જોવા મળી રહ્યા છે. ગંદકીના કારણે મચ્છરજન્ય રોગચાળો વ્યાપક પ્રમાણમાં ફેલાયો છે. કચરાના ઢગલામાંથી દારૂની બોટલો મળી
શહેરમાં સફાઈ ન થતાં ગંદકીના ઢગલા વચ્ચેથી વિદેશી દારૂની ખાલી બોટલો પણ મોટા પ્રમાણમાં મળી આવતાં કાયદો-વ્યવસ્થા અને સ્વચ્છતા બંને સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો છે કે આટલો મોટો કચરો સામાન્ય લોકો નથી નાખતા, પરંતુ ખુદ નગરપાલિકાનો સ્ટાફ જ અહીં આવીને કચરો ઠાલવી જાય છે. કચરો ફેંકનારાઓ સામે તંત્ર દ્વારા કોઈ દંડનીય કાર્યવાહી કરાતી નથી. 10,800 ફરિયાદો છતાં સફાઈની સ્થિતિ શૂન્ય
નાગરિકોની સુવિધા માટે સરકારે જાહેર કરેલા હેલ્પલાઇન નંબર પર 10,000થી વધુ ફરિયાદો થઈ ચૂકી હોવા છતાં જમીની સ્તરે સફાઈ કામગીરી દેખાતી નથી. ઠેર-ઠેર કચરો સડતો હોવાથી મચ્છરોનો ભારે ઉપદ્રવ વધ્યો છે, જેના કારણે ડેન્ગ્યુ, મેલેરિયા અને વાયરલ બીમારીઓના કેસોમાં ધરખમ ઉછાળો નોંધાયો છે. ઓનલાઇન કમ્પ્લેઇન કરવા છતાં તંત્ર દ્વારા યોગ્ય નિકાલ કરવામાં આવતો નથી. ભાવસિંહજી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ ગઈ
ગંદકીને લીધે ફેલાયેલા રોગચાળાના કારણે સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. હોસ્પિટલની ઓપીડીમાં અગાઉ જ્યાં 40,000 દર્દીઓ આવતા હતા, ત્યાં આ આંકડો વધીને 60,000ને પાર પહોંચી ગયો છે. સ્થાનિકોએ માંગ કરી છે કે તંત્ર ફોટોસેશન બંધ કરી તાત્કાલિક ધોરણે તમામ કચરાના ઢગલા દૂર કરી નિયમિત સફાઈ કામગીરી શરૂ કરે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *