પોલીસની હાજરીથી અમે બચી ગયા

📅 Published: September 28, 2026 | 📂 Category: Nari

૧૯૮૮ની વાત છે. અમે સપરિવાર દક્ષિણ ભારતના પ્રવાસે ગયા હતા. એ દરમિયાન મદ્રાસમાં બે દિવસ ગુજરાતી સમાજમાં રોકાયા હતા. એક સાંજે અમે બજારમાંથી થોડી ખરીદી કરીને ફરતાં ફરતાં અને બધું જોતાં જોતાં ગુજરાતી સમાજ તરફ પ્રયાણ કરી રહ્યા હતા. રસ્તામાં ભીડ હતી. તેવામાં એક ગુંડા જેવા લાગતા માણસે પાછળથી મારી કોણી પકડી અને બધો સામાન પોતાને આપી દેવા ઇશારો કર્યો. અચાનક આ હુમલાથી અમે ગભરાયા. રસ્તા પરથી અમે એક દુકાનમાં ગ્રાહક તરીકે પ્રવેશી ગયા. થોડીવાર આમ તેમ વસ્તુઓ જોઇ અમે બહાર નીકળ્યા તો પેલો માણસ અમારી રાહ જોઇ ઊભો હતો. ફરી અમે બાજુમાં આવેલ એક મોટા સ્ટોરમાં ઘૂસી ગયા. તો પણ તેણે પીછો છોડ્યો નહીં. આજુબાજુ નજર કરતાં નજીકમાં ચાર રસ્તે એક પોલીસ સાઇડ આપતા મેં જોયો. હિંમત કરી પોલીસ પાસે પહોંચી ગયા. પોલીસને મેં સમજાવ્યું કે ગુંડા જેવો માણસ અમારી પાછળ હોવાથી સલામત રીતે અમારે ગુજરાતી સમાજ પહોંચવું છે. પોલીસને આવતો જોઇને ગુંડો સ્થળ પરથી ભાગી ગયો અને પોલીસે અમારા માટે રિક્ષા કરી આપતાં અમે ગુજરાતી સમાજ પહોંચ્યા. પોલીસની આ મદદ હજુ પણ યાદ છે.  

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *