પોલીસ ચોકી કે જાહેરખબરનું સ્થાન

📅 Published: September 8, 2026 | 📂 Category: Ahmedabad

નિકોલની પોલીસ ચોકી પર ખાનગી કંપનીની જાહેરાતનું બોર્ડ લગાવાતા સ્થાનિકોમાં આશ્ચર્ય અને રોષ જોવા મળી રહ્યો છે.

નિકોલ વિસ્તારમાં આવેલી શુકન પોલીસ ચોકી હાલ કાયદો-વ્યવસ્થા જાળવવા કરતાં ખાનગી કંપનીની જાહેરાત માટેનું સ્થળ બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે.ચોકી પર લગાડાયેલા મુખ્ય બેનરમાં નિકોલ પોલીસ સ્ટેશનના લખાણ કરતાં એક વોચ અને ચશ્માઘરનું મોટા અક્ષરે કમર્શિયલ બોર્ડ મારેલું સ્પષ્ટ જોઈ શકાય છે. સરકારી સંપત્તિ પર આ પ્રકારે ખાનગી પેઢીઓના પ્રચાર સામે સ્થાનિક રહીશોમાં ભારે આૃર્ય અને રોષ જોવા મળી રહ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *