સાબરકાંઠા જિલ્લાના પોશીના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે પેટ્રોલિંગ દરમિયાન 2.539 કિલોગ્રામ સૂકો ગાંજો ઝડપી પાડ્યો છે. પોલીસે ગાંજાના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી કુલ રૂ.1,61,950નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે આરોપી વિરુદ્ધ NDPS Act હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસને બાતમી મળતાં દેલવાડા આઉટપોસ્ટ પાસે વોચ ગોઠવી
પોલીસને બાતમી મળી હતી કે, કાળા રંગની મોટરસાયકલ પર એક ઇસમ પીઠ પર કાળા રંગની સ્કૂલબેગમાં ગાંજો ભરી રાજસ્થાન તરફથી દેલવાડા ગામ તરફ આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે દેલવાડા આઉટપોસ્ટ આગળના રોડ પર વોચ ગોઠવી હતી. સ્કૂલબેગમાંથી 2.539 કિલો સૂકો ગાંજો મળી આવ્યો
બાતમી મુજબની મોટરસાયકલ ત્યાંથી પસાર થતાં પોલીસે તેને અટકાવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મોટરસાયકલચાલકની કાળા રંગની સ્કૂલબેગમાંથી 2.539 કિલોગ્રામ સૂકો ગાંજો મળી આવ્યો હતો. પોલીસે ગાંજાનો જથ્થો કબજે કરી આરોપીની ધરપકડ કરી હતી. મોટરસાયકલ અને મોબાઇલ સહિત રૂ.1.61 લાખનો મુદ્દામાલ જપ્ત
પોલીસે ગાંજા ઉપરાંત મોબાઇલ ફોન તેમજ ગાંજાની હેરફેરમાં ઉપયોગમાં લેવાયેલી કાળા રંગની TVS Raider મોટરસાયકલ નંબર GJ-08-DE-9432 કબજે કરી હતી. પોલીસે કુલ રૂ.1,61,950નો મુદ્દામાલ કબજે કર્યો છે. બનાસકાંઠાના શખ્સ સામે NDPS Act હેઠળ કાર્યવાહી
પોલીસે ઝડપાયેલા આરોપીની ઓળખ પ્રવિણકુમાર ગગાભાઈ બુકોલિયા, રહે. ફોરાણા, તા. દિયોદર, જિ. બનાસકાંઠા (હાલ વાવ-થરાદ) તરીકે કરી છે. આરોપી વિરુદ્ધ NDPS Act હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
પોશીનામાં 2.539 કિલો ગાંજા સાથે દિયોદરનો શખ્સ ઝડપાયો:પોલીસે મોટરસાયકલ અને મોબાઇલ સહિત 1.61 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
📅 Published: September 22, 2026 |
📂 Category: gujarati-news
