પ્રદૂષિત હવાને બદલી શકાતી નથી!:તેથી તમારા ખાવાની થાળી બદલો, 14 વસ્તુઓ દરરોજ ખાઓ; પ્રદૂષણ સામે લડવામાં ઢાલ બનશે

📅 Published: November 28, 2026 | 📂 Category: Lifestyle

AQI.inની રિયલ-ટાઇમ રેન્કિંગ મુજબ, દિવાળી પછી દુનિયાના 100 સૌથી પ્રદૂષિત શહેરોમાંથી 99 શહેરો ભારતના હતા. હવામાં ભળેલું ઝેર માત્ર શ્વાસમાં જ નથી ઉતરતું, પરંતુ શરીરના અનેક અંગોને ધીમે-ધીમે નુકસાન પહોંચાડે છે. તેની અસર ફેફસાંથી લઈને હૃદય, મગજ અને કિડની સુધી થઈ શકે છે. આવામાં સવાલ એ છે કે જ્યારે બહારની હવાને સ્વચ્છ રાખવું આપણા હાથમાં નથી, તો શું પોતાની ખાવાની થાળીથી આપણે શરીરને અમુક અંશે સુરક્ષિત કરી શકીએ? શું કેટલાક એવા ખાદ્ય પદાર્થો છે, જે હવાના ઝેરી તત્ત્વોની અસર ઘટાડવામાં મદદરૂપ થઈ શકે? આથી આજે ‘કામના સમાચાર’માં આવા જ ખાદ્ય પદાર્થો વિશે વાત કરીશું. સાથે જ જાણીશું કે- એક્સપર્ટ- ડૉ. સુનીલ રાણા, એસોસિએટ ડિરેક્ટર એન્ડ હેડ, ઇન્ટરનલ મેડિસિન, એશિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ, ફરીદાબાદ સવાલ- એર પોલ્યુશન શરીરના કયા અંગોને સૌથી વધુ નુકસાન પહોંચાડે છે? જવાબ- હવામાં રહેલા PM2.5 જેવા સૂક્ષ્મ કણો શરીરમાં પ્રવેશીને સોજો અને ઑક્સિડેટિવ સ્ટ્રેસ વધારે છે. તેનાથી હાર્ટ ડિસીઝનું જોખમ વધે છે. લાંબા સમય સુધી પ્રદૂષણમાં રહેવાથી કિડનીની કાર્યક્ષમતા પણ પ્રભાવિત થાય છે. ગ્રાફિકમાં તમામ હેલ્થ રિસ્ક જુઓ- પ્રશ્ન- વાયુ પ્રદૂષણ શરીરમાં ઑક્સિડેટિવ સ્ટ્રેસ કેવી રીતે વધારે છે? જવાબ- તેને મુદ્દાઓ દ્વારા સમજો- સવાલ- શું હેલ્ધી ફૂડથી એર પોલ્યુશનથી થતા નુકસાનને ઘટાડી શકાય છે? જવાબ- હા, હેલ્ધી ફૂડ શરીરને પ્રદૂષણની અસર સામે લડવામાં મદદ કરે છે. તેને આ રીતે સમજો- ફળો, શાકભાજી, નટ્સ અને આખા અનાજમાં વિટામિન, મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે. સવાલ- કયા પોષક તત્વો એર પોલ્યુશનથી થતા નુકસાન સામે લડવામાં શરીરની મદદ કરે છે? જવાબ- ઘણા પોષક તત્વો શરીરની કુદરતી એન્ટીઓક્સિડન્ટ ડિફેન્સ જાળવવામાં મદદ કરે છે. સાથે જ, ઇમ્યુન સિસ્ટમને યોગ્ય રીતે કામ કરવા માટે જરૂરી પોષણ પૂરું પાડે છે. તેથી ડાયટમાં આ પોષક તત્વોના વિવિધ સ્રોતોનો સમાવેશ કરવો જરૂરી છે. ગ્રાફિકમાં તેની યાદી જુઓ- સવાલ- જો હવાનું પ્રદૂષણ વધારે હોય તો કયા ફળો, શાકભાજી અને અન્ય પૌષ્ટિક ખોરાક ખાવા જોઈએ? જવાબ- આ દરમિયાન વિટામિન અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર ફળો ખાઓ. આ શરીર પર પ્રદૂષણની અસર ઘટાડવામાં મદદ કરી શકે છે. ગ્રાફિકમાં આવા ફળોની યાદી જુઓ- શાકભાજી આહારમાં લીલા પાંદડાવાળા અને રંગબેરંગી શાકભાજીનો પણ સમાવેશ કરો. તે શરીરને અનેક જરૂરી પોષક તત્ત્વો પૂરા પાડે છે. પાલક, બ્રોકોલી, ગાજર અને શિમલા મરચાં સારા વિકલ્પો છે. ગ્રાફિકમાં આવા તમામ શાકભાજીની યાદી જુઓ- સવાલ- પ્રદૂષણ દરમિયાન શરીરને હાઇડ્રેટ રાખવું કેટલું જરૂરી છે? શું વધુ પાણી શરીરમાંથી ટૉક્સિન બહાર કાઢે છે? જવાબ- પ્રદૂષણ દરમિયાન શરીરને હાઇડ્રેટ રાખવું ખૂબ જ જરૂરી છે. જોકે, વધારે પાણી પીવાથી ફેફસાંમાં પહોંચેલા પ્રદૂષણના કણો અથવા ટોક્સિન્સ બહાર નીકળતા નથી. પાણી શરીરની સામાન્ય કાર્યપ્રણાલીને જાળવી રાખે છે, પરંતુ પ્રદૂષણથી થતા નુકસાનને દૂર કરતું નથી. સવાલ- પ્રદૂષણ દરમિયાન કયા ફૂડ ઓછા ખાવા જોઈએ? જવાબ- એવી વસ્તુઓ, જે શરીરમાં ઇન્ફ્લેમેશન વધારી શકે છે અને સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરી શકે છે, તે ઓછી ખાવી જોઈએ. ખાસ કરીને વધારે તળેલી, મીઠી અને પ્રોસેસ્ડ વસ્તુઓ ન ખાવી જોઈએ. ગ્રાફિકમાં આવા ફૂડ્સની યાદી જુઓ- સવાલ- શું રોજ એક આમળો ખાવાથી પ્રદૂષણની અસર ઓછી થાય છે? જવાબ- આમળું વિટામિન C અને પોલિફિનોલ્સ જેવા એન્ટિઓક્સિડન્ટ્સનો સારો સ્રોત છે. તે શરીરને ઓક્સિડેટિવ સ્ટ્રેસથી બચાવવામાં મદદ કરે છે. જોકે, તેનાથી પ્રદૂષણની અસરને સંપૂર્ણપણે રોકી શકાય અથવા ખતમ કરી શકાય એવો દાવો કરી શકાય નહીં. સવાલ- શું દૂધ પીવાથી ફેફસાંમાં જમા થયેલા પ્રદૂષણના કણો બહાર નીકળી જાય છે? જવાબ- ના, દૂધ પીવાથી ફેફસાંમાં જમા થયેલા પ્રદૂષણના કણો બહાર નીકળતા નથી. દૂધમાં પ્રોટીન, કેલ્શિયમ અને અન્ય પોષક તત્ત્વો હોય છે, જે શરીરને પોષણ આપે છે. પરંતુ તે ફેફસાંની સફાઈ કરતું નથી અને ન તો પ્રદૂષણના કણોને બહાર કાઢે છે. સવાલ- શું હળદરવાળું દૂધ પ્રદૂષણની અસર ઘટાડવામાં મદદ કરે છે? જવાબ- હળદરમાં કર્ક્યુમિન નામનું સંયોજન હોય છે, જેમાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટિઑક્સિડન્ટ ગુણધર્મો હોય છે. જોકે, તે પ્રદૂષણને કારણે ફેફસાંને થતા નુકસાનથી બચાવવામાં મદદ કરે છે તેવા નક્કર વૈજ્ઞાનિક પુરાવા નથી. સવાલ- શું ગોળ ખાવાથી પ્રદૂષણની અસર ઓછી થાય છે? જવાબ- ના, ગોળ ખાવાથી પ્રદૂષણની અસર ઓછી થાય છે અથવા ફેફસાંમાં જમા થયેલા કણો બહાર નીકળી જાય છે તેવા કોઈ નક્કર વૈજ્ઞાનિક પુરાવા નથી. …………………………
ગ્રાફિક- અજિત સિંહ ………………………….


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *