આ ઘટના ઝારખંડના ગાલૂડીહની છે. ત્યાં રહેતા એક છોકરાના વૉટ્સએપ પર મેસેજ આવ્યો. મેસેજમાં લખ્યું હતું- ‘’પ્રધાનમંત્રી આવાસ યોજનાની નવી યાદી આવી ગઈ છે. તમારું નામ જોઈ લો.’’ આ મેસેજ સાથે એક ફાઇલ પણ જોડાયેલી હતી. સરકારી યોજનાનું નામ જોઈને તેણે ફાઇલ ડાઉનલોડ કરી લીધી. તેને લાગ્યું કે કદાચ ઘર મળવાની ખુશખબર છે. પરંતુ વાસ્તવમાં તે સાયબર ઠગોનું જાળ હતું. થોડી જ વારમાં તેનું વૉટ્સએપ અકાઉન્ટ હેક થઈ ગયું. હવે તેના નંબર પરથી મિત્રો અને સંબંધીઓને મેસેજ જવા લાગ્યા. ક્યારેક મેડિકલ ઇમરજન્સી તો ક્યારેક અન્ય કોઈ મુશ્કેલીનું કારણ આપીને પૈસા માંગવામાં આવવા લાગ્યા. ઝારખંડ સહિત દેશના અનેક વિસ્તારોમાં ઠગોએ પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે નકલી લાભાર્થી યાદી મોકલીને અનેક લોકોને નિશાન બનાવ્યા છે. આથી આજે ‘સાયબર લિટરસી’ માં આ સ્કેમ વિશે વિગતવાર વાત કરીશું. સાથે જ જાણીશું કે- નિષ્ણાત- રાહુલ મિશ્રા, સાયબર સિક્યોરિટી સલાહકાર, ઉત્તર પ્રદેશ પોલીસ સવાલ- ઠગો PM આવાસ યોજનાના નામે લોકોને પોતાની જાળમાં કેવી રીતે ફસાવે છે? જવાબ- ઠગો સરકારી યોજનાનું નામ અને લોગોનો ઉપયોગ કરીને લોકોને છેતરપિંડીનો શિકાર બનાવે છે. તેઓ વૉટ્સએપ પર આવાસ યોજનાની લાભાર્થી યાદી અને સરકારી દસ્તાવેજના નામે લિંક/APK ફાઇલ મોકલે છે. તેને ખોલ્યા અથવા ઇન્સ્ટોલ કર્યા પછી યુઝરનું વૉટ્સએપ અકાઉન્ટ હેક થઈ જાય છે. ત્યારબાદ ઠગો એ જ નંબર પરથી પરિચિતોને મેસેજ મોકલીને પૈસા માંગે છે. સંપૂર્ણ સ્કેમ ગ્રાફિકમાં જુઓ- સવાલ- શું PM આવાસ યોજનાના લાભાર્થીઓની યાદી વોટ્સએપ પર મોકલવામાં આવે છે? જવાબ- નહીં, સરકાર પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓની યાદી વોટ્સએપ પર મોકલતી નથી. આવા સંદેશાઓ સાયબર ઠગોનું જાળ હોય છે. સવાલ- PM આવાસ યોજનાના લાભાર્થીઓને તેની જાણકારી કેવી રીતે આપવામાં આવે છે? જવાબ- લાભાર્થીઓને તેની જાણકારી આ માધ્યમોથી આપવામાં આવે છે- તેથી અરજીની સ્થિતિ અને લાભાર્થી યાદીની માહિતી હંમેશાં સત્તાવાર સ્ત્રોત પરથી જ મેળવો. વૉટ્સએપ પર આવેલા કોઈપણ મેસેજ પર વિશ્વાસ ન કરો. સવાલ- લોકો વૉટ્સએપ પર મળેલી માહિતીને સાચી કેમ માની લે છે? જવાબ- આને મુદ્દાઓ દ્વારા સમજો- સવાલ- ઠગોના નિશાના પર કયા લોકો વધુ હોય છે? જવાબ- આ સ્કેમમાં ઠગોના નિશાના પર ખાસ કરીને એવા લોકો હોય છે, જેમણે PM આવાસ યોજના માટે અરજી કરી છે અને યાદીમાં નામ આવવાની આશા રાખી રહ્યા છે. ઠગોના નિશાના પર અન્ય કયા લોકો હોય છે, તે ગ્રાફિકમાં જુઓ- સવાલ- જો PM આવાસ યોજના માટે અરજી કરી છે, તો તેના સંબંધિત કઈ માહિતી જરૂરથી લેવી જોઈએ? જવાબ- યોજના સંબંધિત આ માહિતી જરૂરથી લો- અરજી નંબર: અરજી કરતી વખતે મળેલો રજિસ્ટ્રેશન અથવા એપ્લિકેશન નંબર. અરજીની સ્થિતિ: અરજી સ્વીકારવામાં આવી છે, પેન્ડિંગ છે કે રદ કરવામાં આવી છે. લાભાર્થી યાદી: યાદીમાં તમારું નામ સામેલ છે કે નહીં. યોજનાના લાભ: મકાન બનાવવા માટે કેટલી આર્થિક સહાય મળશે અને કઈ પ્રક્રિયા દ્વારા મળશે. સંબંધિત વિભાગ: તમારા વિસ્તારના જવાબદાર સરકારી વિભાગ, અધિકારી અથવા સ્થાનિક સંસ્થાની માહિતી. સત્તાવાર સંપર્ક: યોજનાની સરકારી વેબસાઇટ અને હેલ્પલાઇન નંબર. ધ્યાન રાખો: આ તમામ માહિતી માત્ર સત્તાવાર વેબસાઇટ અથવા સંબંધિત કાર્યાલય પાસેથી જ મેળવો. સવાલ- જો ફોન અથવા વોટ્સએપ પર કોઈ તમને લાભાર્થી હોવાની જાણકારી આપે તો શું કરવું? જવાબ- સૌથી પહેલાં એ યાદ રાખો કે આ ફોન કૉલ ફ્રોડ છે. આ ઠગોનો કૉલ છે. તમે તેમના નિશાન પર છો. સ્વાભાવિક છે કે તમારે કોઈ પણ લાલચમાં આવવું નહીં. આ ઉપરાંત શું કરવું, તેની વિગત નીચેના ગ્રાફિકમાં જુઓ- સવાલ- આ પ્રકારની છેતરપિંડીનો ભોગ બનવાથી કેવી રીતે બચી શકાય? જવાબ- આ માટે સૌથી જરૂરી છે કે યોજનાને લગતી માહિતી માત્ર સત્તાવાર માધ્યમથી જ મેળવો. સાથે જ આ બાબતોનું ધ્યાન રાખો- સવાલ- જો ઠગાઈનો ભોગ બની જાઓ તો શું કરવું? જવાબ- આવી સ્થિતિમાં તરત આ પગલાં લો- સવાલ- સાયબર છેતરપિંડીની ફરિયાદ ક્યાં અને કેવી રીતે કરવી? જવાબ- આ માટે તરત જ સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર કૉલ કરો અથવા cybercrime.gov.in પર ઑનલાઇન ફરિયાદ નોંધાવો. નજીકના પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ કરી શકો છો. ફરિયાદ કરતી વખતે ઠગનો મોબાઇલ નંબર, મેસેજ, લિંક, સ્ક્રીનશૉટ અને ટ્રાન્ઝેક્શનની વિગતો જેવા પુરાવા જરૂરથી રાખો. ……………………….. ગ્રાફિક- વિપુલ શર્મા
પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે લૂંટ:વોટ્સએપમાં આવો મેસેજ આવે તો ભૂલથી પણ ક્લિક ન કરશો, જાણો સાયબર ઠગોથી બચવાની સેફ્ટી ટિપ્સ
📅 Published: November 24, 2026 |
📂 Category: Lifestyle
