પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં યોજાઈ મહત્વની સમીક્ષા બેઠક:રાહત કામગીરી માળખાકીય સુવિધાઓ અને કૃષિ સમીક્ષા કરાઈ

📅 Published: August 15, 2026 | 📂 Category: gujarati-news

સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાના અધ્યક્ષસ્થાને જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે મહત્વની રિવ્યુ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તાજેતરના ભારે વરસાદ બાદની રાહત કામગીરી, માળખાગત સુવિધાઓ તેમજ કૃષિ ક્ષેત્રની પ્રગતિની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. વરસાદી અસરગ્રસ્તો માટે રેસ્ક્યુ, કેશ ડોલ્સ અને સહાય ચૂકવણી અંગે ઝીણવટભરી વિગતો મેળવાઈ
મંત્રીએ જિલ્લામાં વરસાદથી સર્જાયેલી સ્થિતિનો તાગ મેળવી વહીવટીતંત્રની રેસ્ક્યુ કામગીરી અને સ્થળાંતરના પ્રયાસોને બિરદાવ્યા હતા. તેમણે કેશ ડોલ્સ, ઘરવખરી, કપડાં સહાય અને પશુમૃત્યુ સહાયની ચૂકવણી ઝડપથી પૂર્ણ કરવા અને માર્ગ-મકાન વિભાગને નવા રસ્તાના કામોમાં થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન ફરજિયાત કરાવવા તાકીદ કરી હતી. વીજ કનેક્શન, સોલાર વિલેજ અને પ્રાકૃતિક કૃષિનું હબ બનાવવા અંગે અપાઈ સૂચનાઓ PGVCLને ખેતીવાડી વીજ કનેક્શન સત્વરે આપવા અને 2થી 3 ગામોને ‘સોલાર વિલેજ’ બનાવવા સૂચન કરાયું હતું. આ ઉપરાંત કૃષિ વિભાગની સમીક્ષા દરમિયાન મંત્રીએ જિલ્લાને ‘પ્રાકૃતિક કૃષિનું હબ’ બનાવવા પર ભાર મૂક્યો હતો અને PM-KISAN, ફાર્મર રજિસ્ટ્રી તથા ખાતર-બિયારણ પુરવઠાની ખાતરી કરી હતી. ગ્રામીણ આવાસ, આગોતરો રાશન પુરવઠો અને શૈક્ષણિક પ્રગતિનું મૂલ્યાંકન કરાયું DRDA દ્વારા સંચાલિત આવાસ યોજનાઓ અને ગોબરધન પ્રકલ્પની ચકાસણી સાથે પુરવઠા વિભાગને વરસાદી સ્થિતિમાં આગોતરો જથ્થો પહોંચાડવા નિર્દેશ અપાયો હતો. શિક્ષણ ક્ષેત્રે ડ્રોપ-આઉટ રેશિયો ઘટાડવા અને આંગણવાડી કેન્દ્રો મારફતે બાળકોને કુપોષણમુક્ત કરવા ‘પોષણ સંગમ હેલ્થ કેમ્પ’ યોજવા આદેશ આપ્યા હતા. રોગચાળા અટકાયત, સફાઈ વ્યવસ્થા અને તમામ વિભાગોને સહિયારા વિકાસ માટે હાકલ આરોગ્ય વિભાગને વરસાદી માહોલમાં રોગચાળો અટકાવવા, સરકારી હોસ્પિટલોમાં સફાઈ જાળવવા અને PM-JAY ક્લેમ સુવ્યવસ્થિત કરવા સૂચના અપાઈ હતી. મંત્રીએ સમાજ સુરક્ષા અને કલ્યાણની યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડી સૌના સહિયારા પ્રયાસોથી જિલ્લાને નવી વિકાસ દિશા આપવા અનુરોધ કર્યો હતો. નાયબ મુખ્ય દંડક, ધારાસભ્ય અને કલેક્ટર સહિત વહીવટીતંત્રના અધિકારીઓ રહ્યા હાજર આ બેઠકમાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, ધારાસભ્ય પી.કે. પરમાર, અગ્રણી હાર્દિકભાઈ ટમાલીયા, કલેક્ટર જી.એચ. સોલંકી, DDO કે.એસ. યાજ્ઞિક, SP પ્રેમસુખ ડેલું, મ્યુનિસિપલ કમિશનર જે. કે. જાદવ, RAC વી.ડી. સાકરીયા અને DRDA નિયામક ભાવેશ દવે સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *