પંચમહાલના ગોધરા અને ઘોઘંબા તાલુકામાં પ્રેમ સંબંધનો કરુણ અંજામ આવ્યો હોવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પ્રેમ સંબંધમાં રહેલા યુવક અને યુવતીએ અગમ્ય કારણોસર અલગ-અલગ સ્થળે આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ચકચાર મચી ગઈ છે. આ કરુણ ઘટનાને પગલે બંનેનું 3 માસનું માસૂમ બાળક માતા-પિતાની છત્રછાયા ગુમાવી નોંધારું બન્યું છે. ગોધરા તાલુકા અને ઘોઘંબા પોલીસ મથકે અકસ્માત મોત (A.D.)ની નોંધ પ્રેમીએ જંગલમાં ફાંસો ખાધો એની ખબર પડતાં પગલું ભર્યુ
ગોધરા તાલુકાના અછાલા ગામના 22 વર્ષીય કેતન અરવિંદ પટેલે ગામના ડુંગર ફળિયાના જંગલ વિસ્તારમાં જઈ ઝાડ સાથે દોરડા વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.કેતને આપઘાત કર્યો હોવાની જાણ ઘોઘંબા તાલુકાના રૂપારેલ ગામની તેની પ્રેમિકા પારુલને થઈ હતી. પ્રેમીના મોતના સમાચાર સાંભળીને આઘાતમાં સરી પડેલી પારુલે પણ રૂપારેલ ગામે પોતાના ઘર નજીક આવેલા કૂવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ યુગલને 3 માસનું એક બાળક પણ છે. બંને પરિવારોમાં માતમ, પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ
એકસાથે બનેલી આપઘાતની આ બે ઘટનાઓને પગલે બંને પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. હાલમાં યુવકના બનાવ અંગે ગોધરા તાલુકા પોલીસ મથકે અને યુવતીના બનાવ અંગે ઘોઘંબા પોલીસ મથકે અકસ્માત મોત (A.D.)ની નોંધ કરવામાં આવી છે. બંને પોલીસ મથકો દ્વારા આ અંતિમ પગલું ભરવા પાછળનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે.
પ્રેમીએ ગળાફાંસો ખાતા પ્રેમિકાએ કૂવો પૂર્યો:ગોધરાના અછાલા અને ઘોઘંબાના રૂપારેલની ઘટના; ત્રણ મહિનાનું બાળક માતા-પિતા વિના થયું
📅 Published: November 15, 2026 |
📂 Category: gujarati-news
