પ્રેમીએ સાડીથી ગળું દબાવી મહિલાની હત્યા કરી:આડા હાથરોલના જંગલમાંથી મૃતદેહ મળી આવ્યો; LCBએ ભેદ ઉકેલી આરોપી રાજુસિંહની અટકાયત કરી

📅 Published: November 1, 2026 | 📂 Category: gujarati-news

સાબરકાંઠા જિલ્લાના ગાંભોઇ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા આડા હાથરોલ ગામની સીમમાં સાત વળાંકવાળી ઘાટીના જંગલમાંથી મળી આવેલી મહિલાની લાશના બનાવનો ભેદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી કાઢ્યો છે. પ્રેમસંબંધમાં થયેલા વિવાદને પગલે પ્રેમીએ જ મહિલાની સાડીથી ગળું દબાવી હત્યા કરી હોવાની કબૂલાત આપતાં પોલીસે આરોપી રાજુસિંહ પરમારને ઝડપી પાડી વધુ તપાસ માટે ગાંભોઇ પોલીસને સોંપ્યો છે. જંગલની ઝાડીમાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો
માંકડી ગામના અનિલસિંહ મકવાણાના પત્ની હિનાબેન 27 ઓક્ટોબરથી ગુમ થયા હતા. ત્યારબાદ 30 ઓક્ટોબર પહેલાંના સમયગાળા દરમિયાન આડા હાથરોલ ગામની સીમમાં સાત વળાંકવાળી ઘાટીના જંગલની ઝાડીમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. ગાંભોઇ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો, પરંતુ લાશ શંકાસ્પદ હોવાથી પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલના આદેશથી LCB PI ડી.સી. સાકરિયાની ટીમે તપાસ શરૂ કરી હતી. બાતમીના આધારે પોલીસે પ્રેમીની અટકાયત કરી
તપાસમાં હિનાબેન ગુમ થયા એ જ સમયગાળામાં નવી માંકડીના રાજુસિંહ પરમાર પણ 28 ઓક્ટોબરે ગુમ થયાની જાણ થઈ હતી. જેથી પોલીસને રાજુસિંહની ભૂમિકા શંકાસ્પદ જણાઈ હતી. LCB PSI આર.જે. જાડેજાને બાતમી મળી કે બંને વચ્ચે પ્રેમસંબંધ હતો અને રાજુસિંહ ગાંભોઇ-ભીલોડા રોડ પર રેલવે અંડરબ્રિજ નજીક ઊભો છે, જેના આધારે પોલીસે તેને ઝડપી લીધો હતો. ઘરે પાછા જવાના ઝઘડામાં પ્રેમીએ હત્યા કરી
સઘન પૂછપરછમાં રાજુસિંહે કબૂલાત આપી કે છેલ્લા ત્રણેક મહિનાથી તેને હિનાબેન સાથે પ્રેમસંબંધ હતો. બંને ઘરેથી ભાગીને રાજેન્દ્રનગરના ડુંગર વિસ્તારમાં ત્રણ દિવસ રોકાયા હતા. આ દરમિયાન રાજુસિંહે હિનાબેનને ઘરે પરત જવા સમજાવ્યા હતા, પરંતુ હિનાબેને ના પાડી ફસાવી દેવાની ધમકી આપતા ઉશ્કેરાયેલા રાજુસિંહે સાડી વડે ગળું દબાવીને તેમની હત્યા કરી નાખી હતી. પોલીસ દ્વારા આરોપી સામે કાનૂની કાર્યવાહી
હત્યાની કબૂલાત આપનાર આરોપી રાજુસિંહ પરમાર સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે. સાબરકાંઠા એલસીબી ટીમે આરોપીને ઝડપી પાડીને બનાવ અંગેની આગળની કાયદેસરની તપાસ અને કાર્યવાહી અર્થે ગાંભોઇ પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *