આદ્યશક્તિ માં જગદંબાના નવલાં નોરતાંનું અનેરું મહત્વ છે જેમાં લોકો નવ દિવસ દરમ્યાન માં ની ભક્તિ તથા ખેલૈયાઓ મન મૂકી રાસ ગરબાની રમઝટ બોલાવે છે, આજરોજ છઠ્ઠા નોરતે કળિયાબીડ માં આવેલ કેસરિયા ગ્રુપ તથા ભગવતી ગ્રૂપ મિત્ર મંડળ ખાતે બહેનોએ ટ્રેડિશનલ વસ્ત્રો ધારણ કરી રાસની રમઝટ બોલાવી હતી, ભાવનગર શહેરના કાળીયાબીડ વિસ્તારમાં રામનગર યુવક મંડળ ટ્રસ્ટ કેસરિયા ગ્રુપ દ્વારા છેલ્લા 36 વર્ષથી નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. આ આયોજન એટલું લોકપ્રિય અને સંકલિત છે કે પ્રોફેશનલ આયોજનને પણ પાછળ મૂકતું જોવા મળે છે. માત્ર બહેનો અને દીકરીઓ માટે દર વર્ષની પરંપરા મુજબ અહીં માતાજીની ભક્તિ આરાધના સાથે રાસ ગરબાનું આયોજન થાય છે. માતાજીના ગાન પર બહેનો અને દીકરીઓ ઉમંગ સાથે ઝૂમી ઊઠે છે. વિશેષ વાત એ છે કે કેસરીયા ગ્રુપ દ્વારા દરરોજ શ્રેષ્ઠ ગરબા રમતી બહેનો અને દીકરીઓને પ્રોત્સાહન આપવામાં આવે છે. દરરોજ અહીં 1500 થી 2000 મહિલાઓ રાસની રમઝટ બોલાવે છે. શહેરના કળિયાબીડ વિસ્તારમાં આવેલ ભગવતી ગ્રુપ મિત્ર મંડળ દ્વારા વિસ્તારોની બહેનોએ રાસની રમઝટ બોલાવી હતી, જેમ જેમ નવરાત્રિના દિવસો પસાર થઈ રહ્યા છે તેમ તેમ ખેલૈયાઓમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે લોકો માં આદ્યશક્તિ જગદંબાની ભક્તિમાં લીન બન્યા છે, નવરાત્રિ મહોત્સવને લઈ સોસાયટીઓ, સર્કલોને નવરાત્રિને લઈ લાઈટીંગથી સુશોભિત કરી છે, નોરતે સુંદર ગરબાનું આયોજન કરાયું હતું તથા મહિલા અને બાળકોએ ટ્રેડિશનલમાં રાસની રમઝટ બોલાવી હતી, રાસ ગરબે રમવાના શોખીન ખેલૈયાઓ એ ઘર આંગણે યોજાયેલા ગરબાના કાર્યક્રમોમાં મન મૂકીને ગરબે રમ્યા હતાં, આમ, શહેરમાં આવેલ શેરી ગરબાઓનું ખાસુ મહત્વ વધ્યું છે જેને કારણે પરંપરાગત નવરાત્રિ થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે આમ, નવરાત્રિના છઠ્ઠા દિવસે ખેલૈયાઓ મન મૂકી રાસની રમઝટ બોલાવી હતી, લોકો એવું ઈચ્છિ રહ્યા છે દરવર્ષે આવા જ આયોજન થાય જેથી સંસ્કૃતિનું જતન પણ થાય, સોસાયટી, શેરીઓ દ્વારા આયોજનો એ પ્રોફેશનલ આયોજકોની ગરજ સારી હતી.
પ્રોફેશનલ આયોજનોને પણ ટક્કર આપતા શેરી ગરબા:કાળિયાબીડમાં આવેલ કેસરિયા અને ભગવતી ગ્રુપ દ્વારા નવરાત્રિ મહોત્સવનું ભવ્ય આયોજન, બહેનોએ ટ્રેડિશનલ વસ્ત્રોમાં રાસની રમઝટ બોલાવી
📅 Published: October 16, 2026 |
📂 Category: gujarati-news
