ફોરેસ્ટર પર સિંહ બતાવવા દબાણ, હાથ પર માર માર્યો:ફરજમાં રૂકાવટ કરી જાનથી મારી નાખવાની ધમકી, 3 સામે ફરિયાદ

📅 Published: October 4, 2026 | 📂 Category: gujarati-news

અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાલામાં ફોરેસ્ટર પર હુમલો થયો છે. ગેરકાયદેસર સિંહ દર્શન કરાવવાનો ઇનકાર કરતા ત્રણ લોકોએ ફોરેસ્ટર શિવરાજભાઈ ધાધલ પર હુમલો કર્યો અને ફરજમાં રૂકાવટ કરી. ચલાલા-ગોપાલ ગ્રામ રોડ પર ગુરુકુલ નજીક શિવરાજભાઈ (ઉંમર 42) ફરજ પર હતા. તે સમયે અસીમભાઈ શાપભાઈ ઉર્ફે ગુલાબભાઈ લલીયા અને અન્ય એક વ્યક્તિ ફોર્ચ્યુનર કાર (નં. GJ-06-PC-7192) લઈને આવ્યા. તેમણે શિવરાજભાઈને ગેરકાયદેસર રીતે સિંહ બતાવવા કહ્યું. ફોરેસ્ટરે સિંહ બતાવવાનો ઇનકાર કરતા આરોપીઓ ગુસ્સે થયા. તેમણે શિવરાજભાઈને ગાળો આપી અને ફરજમાં રૂકાવટ કરી. કાર રિવર્સ લેતી વખતે શિવરાજભાઈના હાથના કાંડા પર ઈજા પણ થઈ. આરોપીઓએ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી. ત્રીજા આરોપી તોસીફ લલીયાએ ફોન પર ધમકી આપી હોવાનો પણ આરોપ છે. આ મામલે ચલાલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને આગળની તપાસ ચાલી રહી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *