ફ્રાન્સમાં દુકાનોમાંથી આઇફોન લૂંટ્યા, પોલીસને દોડાવી:જોકર અને કેપ્ટન અમેરિકા બનીને પહોંચ્યા પ્રદર્શનકારીઓ, 143 વર્ષ જૂની ઇમારતમાં આગ લગાવી; 15 PHOTOS

📅 Published: October 18, 2026 | 📂 Category: International

ફ્રાન્સમાં મોંઘવારીના વિરોધમાં શનિવારે 8 લાખ લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા. લગભગ એક મહિનાથી ચાલી રહેલું આ પ્રદર્શન સ્કૂલના વિદ્યાર્થીઓ માટે વધુ સારી સુવિધાઓ અને સરકારી સેવાઓમાં સુધારાની માંગ સાથે શરૂ થયું હતું, જે હવે મોટા સામાજિક આંદોલનમાં બદલાઈ ગયું છે. ઘણી જગ્યાએ પોલીસની ગાડીઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો અને પોલીસકર્મીઓને દોડાવવામાં આવ્યા. સાથે જ એપલ સ્ટોર્સમાંથી આઇફોન લૂંટવામાં આવ્યા. બીજી તરફ, લિમોજ શહેરમાં પ્રદર્શનકારીઓએ 143 વર્ષ જૂના ટાઉન હોલમાં આગ લગાવી દીધી. કેટલાક પ્રદર્શનકારીઓ જોકર અને કેપ્ટન અમેરિકા જેવા પાત્રોના પોશાક પહેરીને પણ પહોંચ્યા હતા. જુઓ ફ્રાન્સમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનની 15 તસવીરો… પ્રદર્શન દરમિયાન આગચંપી પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ અતરંગી પોશાકમાં પ્રદર્શન માટે પહોંચેલા લોકો વિરોધ દરમિયાન દુકાનોમાં લૂંટફાટ પોસ્ટર સંદેશ દ્વારા સારા શિક્ષણની માંગ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *