'ફ્લાઇટને ઇઝરાયલમાં ક્રેશ કરવી હતી':'ફ્રી પેલેસ્ટાઇન'ની પત્રિકાઓ અને મનમાં ઝેર, જાણો કટ્ટરપંથી કો-પાઇલટ અલ હમામીના ખતરનાક આતંકી કાવતરાનો ખુલાસો!

📅 Published: October 3, 2026 | 📂 Category: International

દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટમાં ભારતીય પાઇલટ કેપ્ટન સ્મિત મચ્છર પર હુમલો કરનાર કો-પાઇલટની ઓળખ હમામ અલ હમામી તરીકે થઈ છે. તે ઓમાનનો રહેવાસી છે. સાઉદી અરેબિયાની ન્યૂઝ એજન્સી અલ અરેબિયા ઇંગ્લિશના અહેવાલ મુજબ, તે લાંબા સમય સુધી સીરિયામાં રહ્યો હતો, જ્યાં તેના કટ્ટરપંથી વિચારોનો પ્રભાવ પડ્યો હોવાનું સામે આવ્યું છે. ઇઝરાયલના ચેનલ 12ના અહેવાલ મુજબ, તપાસકર્તાઓને તેના પર અલ-કાયદાની વિચારધારાથી પ્રભાવિત હોવાના પુરાવા મળ્યા છે. i24 ન્યૂઝે સૂત્રોને ટાંકીને દાવો કર્યો છે કે પૂછપરછ દરમિયાન અલ હમામીએ જણાવ્યું કે તે વિમાનને ઇઝરાયલમાં ક્રેશ કરાવવા માગતો હતો. હુમલા પહેલાં પણ તેના વલણને લઈને સવાલો ઉઠ્યા હતા. સીએનએન મુજબ, 2024માં તેને ઓમાનની રાષ્ટ્રીય એરલાઇનમાં પાઇલટ તાલીમમાંથી હટાવી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને એરલાઇનમાં બીજી જવાબદારી સોંપવામાં આવી હતી. આશરે 8 મહિના પહેલાં તે ફ્લાયદુબઈ સાથે જોડાયો હતો. 30 સપ્ટેમ્બરે તેણે ફ્લાઇટના કોકપિટમાં કેપ્ટન મચ્છર પર છરી વડે હુમલો કર્યો હતો. હુમલા બાદ વિમાન ઝડપથી નીચે જવા લાગ્યું. ગંભીર રીતે ઘાયલ કેપ્ટન મચ્છરે હુમલાખોરનો સામનો કરતાં કોકપિટનો દરવાજો ખોલી દીધો. ત્યારબાદ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સે અંદર જઈને કો-પાઇલટને કાબૂમાં લીધો. વિમાનનું સાઉદી અરેબિયામાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું. સીરિયામાં રહેવા દરમિયાન કટ્ટરપંથી વિચારોના પ્રભાવ હેઠળ આવ્યાનો દાવો અલ અરેબિયા ઇંગ્લિશના અહેવાલ મુજબ, અલ હમામીએ ઓમાનની બહાર ઘણો સમય વિતાવ્યો હતો અને સીરિયામાં પણ લાંબા સમય સુધી રહ્યો હતો. સૂત્રોનો દાવો છે કે ત્યાં જ તે કટ્ટરપંથી વિચારોથી પ્રભાવિત થયો હતો. ચેનલ 12ના અહેવાલ મુજબ, તપાસમાં તેના કેટલાક ધાર્મિક લોકો સાથે મુલાકાતની માહિતી પણ સામે આવી છે. એજન્સીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે તે કયા રીતે કટ્ટરપંથી વિચારોના પ્રભાવ હેઠળ આવ્યો. ઓમાન એરે 2024માં તેને ફ્લાઇટમાંથી ઉતારી દીધો હતો ફોક્સ ન્યૂઝના જણાવ્યા મુજબ, એક સૂત્રએ દાવો કર્યો કે ઓમાન એરે 2024માં અલ હમામીને ફ્લાઇટમાંથી ઉતારી દીધો હતો. તેના દ્વારા કટ્ટરપંથી ઇસ્લામિક વેબસાઇટ્સ જોવાની માહિતી સામે આવ્યા બાદ આ પગલું લેવામાં આવ્યું હતું. સીએનએનના જણાવ્યા મુજબ, કથિત કટ્ટરપંથી વિચારોને કારણે તેને પાઇલટ તાલીમમાંથી દૂર કરવામાં આવ્યો હતો. જોકે, બાદમાં તેને એરલાઇનમાં બીજી ભૂમિકા આપવામાં આવી હતી. તે અગાઉ રોયલ એર મેરોક સાથે પણ કામ કરી ચૂક્યો હતો. આરોપીના સામાનમાંથી પેલેસ્ટાઇન સમર્થક સામગ્રી મળી હોવાનો દાવો i24 ન્યૂઝે અમીરાતી સૂત્રને ટાંકીને જણાવ્યું કે અલ હમામીના સામાનમાંથી ‘ફ્રી પેલેસ્ટાઇન’ જૂથોના પત્રિકાઓ અને પેલેસ્ટાઇન સમર્થક અન્ય સામગ્રી મળી આવી હતી. અહેવાલ મુજબ, તે પેલેસ્ટિનિયનોના સમર્થન અને ઇઝરાયલના વિરોધમાં પણ વાત કરતો હતો. તપાસ એજન્સીઓ આ સામગ્રી અને તેના નિવેદનોને તેના કથિત કટ્ટરપંથ તથા સંભવિત આતંકવાદી હેતુની તપાસના ભાગરૂપે જોઈ રહી છે. દાવો- વિમાનને ઇઝરાયલમાં ક્રેશ કરવાની યોજના હતી i24 ન્યૂઝે તપાસ સાથે સંકળાયેલા સૂત્રોને ટાંકીને દાવો કર્યો કે અલ હમામીએ પૂછપરછ દરમિયાન વિમાનને ઇઝરાયલમાં ક્રેશ કરવાની વાત કહી હતી. તપાસ એજન્સીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે શું કૅપ્ટન પરનો હુમલો વિમાન પર કબજો કરીને તેને જાણીજોઈને તોડી પાડવાના પ્રયાસનો ભાગ હતો. એક મિનિટમાં 33 હજારથી 17 હજાર ફૂટ નીચે આવ્યું વિમાન ફ્લાઇટ FZ1073માં ઉડાન ભર્યાના લગભગ અઢી કલાક બાદ અલ હમામીએ કેપ્ટન મચ્છર પર છરી વડે હુમલો કર્યો. ફ્લાઇટરડાર24 મુજબ, આ દરમિયાન વિમાન લગભગ એક મિનિટમાં 33 હજાર ફૂટથી ઘટીને 17 હજાર ફૂટની ઊંચાઈએ આવી ગયું. ગંભીર ઈજાઓ છતાં કેપ્ટન મચ્છરે હુમલાખોરનો સામનો કર્યો અને કોકપિટનો દરવાજો ખોલી દીધો. ત્યારબાદ ક્રૂ સભ્યો અને મુસાફરોએ આરોપીને કાબૂમાં લીધો. ફરજ પર ન રહેલા બે પાઇલટોએ પણ વિમાનનું સંચાલન સંભાળવામાં મદદ કરી. સાઉદી અરેબિયામાં ઇમરજન્સી લેન્ડિંગ હુમલા બાદ વિમાનનું સાઉદી અરેબિયાના તબુકમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું. ઘટનાના સમયે વિમાનમાં 174 લોકો સવાર હતા. તેમાં મોટાભાગના ઇઝરાયલી મુસાફરો હતા. ભારત અને UAEના નાગરિકો પણ વિમાનમાં હાજર હતા. અમેરિકન વિદેશ વિભાગના જણાવ્યા અનુસાર, ચાર મુસાફરો અમેરિકન નાગરિક હતા. કેપ્ટન મચ્છર ગંભીર રીતે ઘાયલ થયા હતા. બાદમાં તેમને સાઉદી અરેબિયાથી એરલિફ્ટ કરીને અબુ ધાબી લાવવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. તેલ અવીવની ફ્લાઇટમાં ડ્યુટી કેવી રીતે મળી, તેની તપાસ ચાલુ ઓમાન અને ઇઝરાઇલ વચ્ચે રાજદ્વારી સંબંધો નથી. આવી સ્થિતિમાં તપાસનો એક મહત્વનો સવાલ એ છે કે અલ હમામીને તેલ અવિવ જતી ફ્લાયદુબઈની ફ્લાઇટમાં કો-પાઇલટની ડ્યૂટી કેવી રીતે મળી. સીએનએન મુજબ, ઇઝરાઇલની શિન બેટ, મોસાદ, સેના અને પરિવહન મંત્રાલય સહિતની અનેક એજન્સીઓ આ પાસાની તપાસ કરી રહી છે. તેઓ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે અગાઉ ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી હોવા છતાં અલ હમામી ફ્લાઇટ ક્રૂનો ભાગ કેવી રીતે બન્યો. ઘટના બાદ અલ હમામીને સાઉદી અરેબિયાથી યુએઈ મોકલી દેવામાં આવ્યો, જ્યાં તેની સામે આતંકવાદ સાથે જોડાયેલા કેસની તપાસ ચાલી રહી છે. ——————————— આ સમાચાર પણ વાંચો… હનુમાન ચાલીસા બોલતો રહ્યો, બધાને થોડા મરવા દેવાય?:10 મિનિટ વાતચીત પછી PM મોદીને સ્મિત મચ્છરે ગુજરાતીમાં કહ્યું , ‘જયશ્રી કૃષ્ણ-જયહિન્દ’: કેપ્ટને પોતાના અનુભવ સંભળાવ્યા PMએ ભારતના બહાદુર પાયલટ કેપ્ટન સ્મિત મચ્છર સાથે વાત કરી. કેપ્ટન સ્મિતે પીએમ મોદીને તે ઘટનાની માહિતી આપતાં જણાવ્યું કે તેમને હિંમત કેવી રીતે મળી. બીજી તરફ PMએ તેમની બહાદુરીની પ્રશંસા કરી અને તેમના વહેલા સ્વસ્થ થવાની કામના કરી… સંપૂર્ણ સમાચાર વાંચો…


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *