વડોદરા નજીક આવેલા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર અકસ્માતોની વણઝાર વચ્ચે પાદરા નજીક વધુ એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. એક્સપ્રેસવે પર છેલ્લા બે દિવસથી બંધ પડેલી એક ટ્રક પાછળ પૂરપાટ ઝડપે આવી રહેલી વિન્ડસર ઇલેક્ટ્રિક કાર ધડાકાભેર ઘૂસી ગઈ હતી. આ ભયાનક ટક્કરમાં કારમાં સવાર 6 લોકોમાંથી એક 7 વર્ષની માસૂમ બાળકી અને તેની માતાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચીને રાહત કામગીરી હાથ ધરી હતી. ફાયર વિભાગે ભારે જહેમત બાદ રેસ્ક્યુ કર્યું
ટક્કર એટલી ભીષણ હતી કે ઇલેક્ટ્રિક કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચ્ચરઘાણ વળી ગયો હતો, જેના કારણે અંદર બેઠેલા મુસાફરો ખરાબ રીતે ફસાઈ ગયા હતા. વાસણા ફાયર બ્રિગેડની ટીમે ખાસ રેસ્ક્યુ સાધનોની મદદથી આશરે બે કલાકની ભારે જહેમત બાદ કારમાં ફસાયેલા બાળકને સુરક્ષિત બહાર કાઢ્યો હતો તેમજ મૃતક મહિલાના શબને બહાર નિકાળ્યું હતું.
જુઓ 2 તસવીર
ગંભીર ઈજાગ્રસ્તો સારવાર હેઠળ, પોલીસે તપાસ આદરી
આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા અન્ય લોકો સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક વિગતો અનુસાર, ભોગ બનેલો પરિવાર મૂળ રાજસ્થાનનો છે અને દર્શન કરી પોતાના ધંધા અર્થે મુંબઈ પરત ફરી રહ્યો હતો ત્યારે આ બનાવ બન્યો હતો. એક્સપ્રેસવે પર બિનવારસી કે બંધ પડેલા વાહનોના કારણે સતત વધતા જોખમો સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. આ અંગે પોલીસે ગુનો નોંધીને આગળની કાયદાકીય તપાસ હાથ ધરી છે.
બંધ ટ્રક પાછળ ઇલેક્ટ્રિક કાર ઘૂસી; માતા-પુત્રીનું મોત:દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ગમખ્વાર અકસ્માત; રાજસ્થાન દર્શન કરી મહારાષ્ટ્ર જતા હતા; 4 ઈજાગ્રસ્ત હોસ્પિટલ ખસેડાયા
📅 Published: October 21, 2026 |
📂 Category: gujarati-news
