બરવાળાના મોંગલપુર ગામમાં આવેલા મેલડી માતાજીના મંદિરમાં મોડી રાત્રે ચોરીની ગંભીર ઘટના સામે આવી છે. બુકાનીધારી તસ્કરો મંદિરમાંથી સોના-ચાંદીના કિંમતી દાગીના અને દાનપેટી તોડી રોકડ રકમ ચોરીને ફરાર થઈ ગયા હતા. ચોરીની આ સમગ્ર ઘટના મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતાં બરવાળા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આગળની કાનૂની તપાસ શરૂ કરી છે. સીસીટીવી કેમેરામાં ચોરીના દ્રશ્યો કેદ
મંદિરમાં લાગેલા સીસીટીવી ફૂટેજમાં એક બુકાનીધારી શખ્સ મોડી રાત્રે અંદર પ્રવેશતો દેખાય છે. તે માતાજીની મૂર્તિ પાસે રાખેલા આભૂષણોની ચોરી કરીને મંદિરની બહાર ઊભેલા તેના અન્ય સાગરીતને સમાન સોંપતો પણ કેમેરામાં કેદ થયો છે. સોના-ચાંદીના આભૂષણ અને રોકડની ચોરી
તસ્કરો મંદિરમાંથી ચાંદીના ત્રિશૂળ, ચાંદીનું માતાજીનું વાહન, છત્ર, સોનાના દાંત અને વિવિધ આભૂષણો ચોરી ગયા છે. આ ઉપરાંત તેમણે મંદિરની દાનપેટી તોડીને તેમાંથી પણ મોટી રકમની રોકડ રકમ ઉઠાવી લીધી હતી. બરવાળા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ
ચોરી અંગે જાણ થતાં જ બરવાળા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. બરવાળાના પીએસઆઈ સરવૈયાએ ચોરીની ઘટનાની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે સીસીટીવી ફૂટેજના આધારે ચોરોની ઓળખ મેળવી તેમની અટકાયત કરવા તપાસ હાથ ધરાઈ છે અને આંકડાકીય વિગતો પોલીસ તપાસ બાદ સ્પષ્ટ થશે.
બરવાળાના મોંગલપુર મેલડી માતા મંદિરમાં ચોરી, CCTV:બુકાનીધારી તસ્કરો સોના-ચાંદીના દાગીના આભૂષણો અને દાનપેટીમાંથી રોકડ લઈ ફરાર
📅 Published: September 13, 2026 |
📂 Category: gujarati-news
