બર્થડે ઉજવણીની આડમાં દારૂની મહેફિલ:રાજકોટની સરાઝા હોટલમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી પર LCBના દરોડા, 50થી વધુ ઉદ્યોગપતિઓ હાજર હોવાની ચર્ચા

📅 Published: October 31, 2026 | 📂 Category: gujarati-news

રાજકોટ – કાલાવડ રોડ સ્થિત જાણીતી સરાઝા હોટલમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીના દાવાથી સમગ્ર શહેરમાં ભારે ખળભળાટ મચી ગયો છે. મળતી માહિતી મુજબ, ઝોન-2 LCBની ટીમે હોટલ પર ઓચિંતો દરોડો પાડ્યો હતો. પોલીસ કાર્યવાહી દરમિયાન દારૂની મહેફિલ માણી રહેલા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. બર્થડે પાર્ટીની આડમાં મહેફિલ
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બર્થડે પાર્ટીના નામે આયોજિત આ મહેફિલમાં શહેરના 50થી વધુ અગ્રણી ઉદ્યોગપતિઓ અને મોટા વેપારીઓ હાજર હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. વધુમાં, આ હાઈપ્રોફાઈલ પાર્ટી જાણીતા ‘Decora Group’ સાથે સંકળાયેલી હોવાનો પણ દાવો કરાઈ રહ્યો છે. પોલીસ તપાસ ચાલુ
આ મામલે હજુ સુધી પોલીસ વિભાગ દ્વારા કોઈ સત્તાવાર પુષ્ટિ કે નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. આ પાર્ટીનું આયોજન કોણે કર્યું હતું અને કાયદેસરની તપાસમાં કયા મોટા નામો સત્તાવાર રીતે સામે આવે છે, તેના પર હાલ સમગ્ર રાજકોટની નજર મંડાયેલી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *