બલ્ગેરિયામાં મંગળવારે ગાઢ ધુમ્મસને કારણે મોટો માર્ગ અકસ્માત થયો. રાજધાની સોફિયાને કાળા સમુદ્રના બંદર શહેર બર્ગાસ સાથે જોડતા હાઇવે પર 86 વાહનો એકબીજા સાથે અથડાયા. અકસ્માતમાં 12 લોકોનાં મોત થયા છે, જ્યારે 46 લોકો ઘાયલ થયા છે. હાઇવેને બંને તરફથી બંધ કરી દેવામાં આવ્યો છે. અકસમાતને કારણે બલ્ગેરિયાના રાષ્ટ્રપતિ ઇલિયાના યોતોવાએ પણ પોતાની વિદેશ યાત્રા અધવચ્ચે જ છોડી દીધી. તેઓ પેરિસ પીસ ફોરમમાં ભાગ લેવા માટે પેરિસ ગયાં હતાં, પરંતુ અકસ્માતના સમાચાર મળ્યા બાદ તેમણે કાર્યક્રમ છોડીને બલ્ગેરિયા પરત ફરવાનો નિર્ણય કર્યો. અકસમાત બાદની 6 તસવીરો પ્રથમ અકસ્માત બાદ બીજી લેનમાં પણ વાહનો અથડાયા અધિકારીઓના જણાવ્યા મુજબ પ્રથમ અકસ્માત હાઈવેની પૂર્વ દિશામાં જતી લેનમાં થયો હતો. ગાઢ ધુમ્મસને કારણે ડ્રાઈવરોને આગળ જઈ રહેલા વાહનો દેખાયા નહોતા અને અનેક વાહનો એકબીજા સાથે અથડાઈ ગયા. પ્રથમ અકસ્માતના થોડા સમય બાદ હાઈવેની બીજી લેનમાં પણ વાહનો અથડાયા. આ લેન રાજધાની સોફિયા તરફ જાય છે. આ ઉપરાંત, બીજી તરફ થયેલા અકસ્માતને જોવા જતા કેટલાક ડ્રાઈવરોનું ધ્યાન રસ્તા પરથી હટી ગયું અને તેઓ પણ અકસ્માતનો ભોગ બન્યા. અધિકારીઓનું કહેવું છે કે વાહનોની વધારે ઝડપે પણ અકસ્માતનું જોખમ વધારી દીધું હતું. હાલ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે. ક્ષતિગ્રસ્ત વાહનો અને કાટમાળ હટાવ્યા બાદ જ તેને ફરીથી ખોલવામાં આવશે. ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે બેરિયર કાપવા પડ્યા યામ્બોલ ક્ષેત્રના ગવર્નર જ્યોર્જી ચાલાકોવે જણાવ્યું કે અકસ્માત બાદ ઘણા લોકો વાહનોમાં ફસાઈ ગયા હતા. તેમને બહાર કાઢવા માટે બચાવ ટીમોએ રસ્તાની બાજુએ લગાવેલા બેરિયરના કેટલાક ભાગો કાપવા પડ્યા. ઘન ધુમ્મસને કારણે ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવા માટે હેલિકોપ્ટર પણ બોલાવી શકાયા નહોતા. અકસ્માત દરમિયાન એક વાહનમાં આગ લાગી હતી. ત્યાં હાજર એક વ્યક્તિએ પોતાના જીવની પરવા કર્યા વિના વાહનમાં ફસાયેલા એક વ્યક્તિને બહાર કાઢ્યો. યુરોપિયન કમિશનની અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયેન પણ મંગળવારે બલ્ગેરિયાની મુલાકાતે હતાં. અકસ્માત બાદ વડાપ્રધાન રૂમેન રાદેવે તેમની સાથેની મુલાકાત રદ કરીને ઘટનાસ્થળ માટે રવાના થઈ ગયા. –
બલ્ગેરિયામાં ધુમ્મસના કારણે 86 વાહનો અથડાયાં, 12નાં મોત:46 લોકો ઘાયલ, અકસ્માત બાદ હાઈવે બંધ કરાયો; રાષ્ટ્રપતિ પેરિસમાં કાર્યક્રમ અધવચ્ચે છોડીને દેશ પરત ફર્યાં
📅 Published: November 10, 2026 |
📂 Category: International
