બાંગ્લાદેશી ક્રિકેટમાં ખળભળાટ: બાંગ્લાદેશી કેપ્ટને અચાનક આપ્યું રાજીનામું, બોર્ડ પણ અસમંજસમાં

📅 Published: September 17, 2026 | 📂 Category: cricket

બાંગ્લાદેશી ક્રિકેટને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એશિયા કપ 2026 પૂર્ણ થાય થયા બાદ મહિલા T20 ટીમની કેપ્ટન નિગર સુલતાનાએ અચાનક કપ્તાની છોડવાનો નિર્ણય કર્યો છે. સુલતાના વર્ષ 2022 થી બાંગ્લાદેશી T20 ટીમની કમાન સંભાળી રહી હતી, પરંતુ તેનો આ નિર્ણય જાણીને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) પણ આશ્ચર્યમાં મૂકાઈ ગયું હતું. એવા અહેવાલ છે કે બોર્ડના અધિકારીઓને જરાય અંદાજ ન હતો કે સુલતાનાએ કયા કારણોસર કપ્તાની છોડવાનું પગલું ભર્યું છે.

અચાનક આપ્યું રાજીનામું

બુધવારે બાંગ્લાદેશ મહિલા ક્રિકેટ વિંગના અધ્યક્ષ રફીકુલ ઇસ્લામ બાબુએ જણાવ્યું કે, તેને ઈમેલ દ્વારા સુલતાનાનો સંદેશ પ્રાપ્ત થયો હતો. તેમણે કહ્યું કે જ્યારે બાંગ્લાદેશી ટીમ એશિયન ગેમ્સમાંથી પરત ફરશે, ત્યારબાદ જ ભવિષ્યની રણનીતિ પર કોઈ નિર્ણય લેવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, મને ખરેખર એ વાતનો કોઈ ખ્યાલ નથી કે તેણે અચાનક કપ્તાની છોડવાનો નિર્ણય કેમ લીધો.

બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવાની ઈચ્છા

રફીકુલ ઇસ્લામ બાબુએ વધુમાં જણાવતા કહ્યું હતું કે, તે સહજ અનુભવી રહી ન હતી. તેણે પોતાની બેટિંગ અને વિકેટકીપિંગ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. સાથે જ, તેણે T20 ફોર્મેટમાંથી હટીને માત્ર 50 ઓવર (વનડે) ફોર્મેટમાં જ રમવાનું ચાલુ રાખવાની વાત કરી છે. આ અંગે મને એક ઈમેલ મળ્યો છે.  

કેપ્તટન તરીકે નિગરની સફર

નિગર સુलતાનાએ વર્ષ 2022 થી વર્ષ 2026 દરમિયાન કુલ 80 મેચોમાં બાંગ્લાદેશી T20 ટીમનું નેતૃત્વ કર્યું હતું. તેની કેપ્ટનશિપ હેઠળ બાંગ્લાદેશે 32 મેચોમાં વિજય મેળવ્યો હતો, જ્યારે 47 મુકાબલાઓમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો, અને એક મેચ અનિર્ણિત રહી હતી. અત્યાર સુધીમાં સુલતાના બાંગ્લાદેશી મહિલા T20 ક્રિકેટ ટીમની સૌથી અનુભવી કેપ્ટન રહી છે.

પ્રમુખ સાથે ચર્ચા બાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે

રફીકુલ ઇસ્લામ બાબુએ જણાવ્યું કે તેઓ આ મામલે BCB ના પ્રમુખ તમીમ ઇકબાલ સાથે ચર્ચા કરશે અને એશિયન ગેમ્સથી ટીમ પાછા ફર્યા પછી જ કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવશે. ઓક્ટોબર 2023 પછી બાંગ્લાદેશી મહિલા ટીમ એક પણ દ્વિપક્ષીય T20 શ્રેણી જીતી શકી નથી. કેપ્ટન તરીકે નિગર સુલતાનાની આ સફર ઉતાર-ચઢાવ ભરેલી રહી છે.

બાંગ્લાદેશને સીધી સેમિફાઇનલની ટિકિટ 

એશિયન ગેમ્સની વાત કરીએ તો, બાંગ્લાદેશનો ક્વાર્ટર ફાઇનલ મુકાબલો ચીન સામે રમાવાનો હતો, પરંતુ મેદાનની પરિસ્થિતિ રમવા લાયક નહોતી. આવી સ્થિતિમાં, સારી રેન્કિંગ ધરાવતી ટીમ હોવાના કારણે બાંગ્લાદેશને સીધી સેમિફાઇનલની ટિકિટ મળી ગઈ છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *