અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ સ્તરે યોજાતા ‘લોકદરબાર’માં માત્ર ભાજપના જ કાર્યકર્તાઓ અને સમર્થકોને હાજર રાખી પ્રક્રિયા પૂર્ણ કરાતી હોવાનો ગંભીર આક્ષેપ ગુજરાત પ્રદેશ કોંગ્રેસે કર્યો છે. નિકોલમાં સ્થાનિકોના ભારે હોબાળા બાદ, હવે ગટર, પાણી અને સફાઈની કથળતી સમસ્યાઓ મુદ્દે બાપુનગર વોર્ડમાં પણ લોકદરબાર યોજવા કોંગ્રેસ પ્રવક્તા નાગજી દેસાઈએ અમદાવાદના મેયર હિતેશ બારોટને લેખિત રજૂઆત કરી પડકાર ફેંક્યો છે. કોંગ્રેસે માગ કરી છે કે, આ કાર્યક્રમમાં માત્ર સત્તાપક્ષના લોકો નહીં, પરંતુ સામાન્ય જનતા અને વિપક્ષના પ્રતિનિધિઓને પણ સાંભળવામાં આવે. નિકોલના હોબાળાનો ઉલ્લેખ કરી પોલીસ બંદોબસ્ત રાખવા માગ
ગત 2જી તારીખે નિકોલમાં યોજાયેલા લોકદરબારમાં મેયર અને ધારાસભ્યની હાજરીમાં સ્થાનિકોનો આક્રોશ ફાટી નીકળતાં નેતાઓએ સ્ટેજ પરથી નીચે ઉતરી જવું પડ્યું હતું. કોંગ્રેસે રજૂઆત કરી છે કે બાપુનગરમાં પણ પ્રજાનો આક્રોશ સામે આવે તો તેની જવાબદારી વિપક્ષની રહેશે નહીં. આથી સત્તાપક્ષ તકેદારીના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત સાથે રાખીને લોકદરબારનું આયોજન કરે. ખર્ચ ઉઠાવવા તૈયારી દર્શાવી, તંત્ર સામે આકરા પ્રહારો
કોંગ્રેસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે જો લોકદરબાર યોજવામાં તંત્રને ખર્ચનો મુદ્દો નડતો હોય તો તમામ આયોજન અને ખર્ચની જવાબદારી કોંગ્રેસ ઉઠાવવા તૈયાર છે, પરંતુ સભામાં પ્રજાના સાચા પ્રશ્નો સાંભળવામાં આવે તે અનિવાર્ય છે. ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, કોર્પોરેશનના વિવિધ વિભાગના અધિકારીઓ અને સ્થાનિક નાગરિકોની હાજરીમાં તટસ્થ રીતે આ બેઠક યોજવાની કડક માંગ કરાઈ છે.
બાપુનગરમાં લોકદરબાર યોજવા કોંગ્રેસનો મેયરને પડકાર:માત્ર ભાજપના જ કાર્યકરોને બેસાડાતા હોવાનો આક્ષેપ; જનતા-કોંગ્રેસના લોકોને પણ સંભાળવા માગ
📅 Published: September 4, 2026 |
📂 Category: gujarati-news
