બાબરાના સ્વદેશી મેળામાં રાઈડ્સમાં બેસવા મુદ્દે સંચાલકને માર મરાયો:બે શખસ ઘોકા લઈને તૂટી પડ્યા, હુમલામાં ઘાયલ શખસને રાજકોટ ખસેડાયો, પોલીસ ફરિયાદ લેવા રવાના

📅 Published: October 28, 2026 | 📂 Category: gujarati-news

બાબરા નગરપાલિકાના પટાંગણમાં યોજાયેલા સ્વદેશી મેળામાં રાઈડ્સ ચલાવનાર સંચાલક પર બે સ્થાનિક યુવકોએ ધોકા વડે હુમલો કરતા ગંભીર ઇજા પહોંચી છે. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ દોડતી થઈ છે. રાઈડ્સમાં બેસવા મુદ્દે બે શખસ ધોકા લઈને સંચાલક પર તૂટી પડ્યા હતા. જેમાં તેને ગંભીર ઈજા થતાં રાજકોટની હોસ્પિટલ ખસેડાયો છે. ફરિયાદ નોંધવા માટે અમરેલી પોલીસ રાજકોટ રવાના થઈ છે. સ્વદેશી મેળામાં ગત મોડી રાત્રે મારામારીની ઘટના સામે આવતા ભારે દોડધામ મચી ગઈ હતી. નગરપાલિકાના પટાંગણમાં યોજાયેલા આ મેળામાં વિવિધ વેપારીઓના સ્ટોલની સાથે નાના બાળકો માટે મનોરંજન અર્થે વિવિધ પ્રકારની રાઈડ્સ ઊભી કરવામાં આવી છે. પોલીસે ઘટનાની પુષ્ટિ કરી
આ અંગે લાઠી DySP વિસ્મય માનસેતાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, સ્વદેશી મેળામાં મારામારીના વાયરલ વીડિયો અંગે તપાસ કરતા રાઈડ્સમાં બેસવા બાબતે જ માથાકૂટ થઈ હોવાનું સામે આવ્યું છે. ઇજાગ્રસ્ત વ્યક્તિને રાજકોટ હોસ્પિટલ ખસેડાયા છે અને અમારી પોલીસની ટીમ રાજકોટ પહોંચી ગઈ છે. હાલ ફરિયાદ નોંધવાની કાર્યવાહી ચાલી રહી છે. અંદાજે 2 જેટલા લોકો દ્વારા આ મારામારી કરવામાં આવી છે અને આ અંગે કાયદેસરની તપાસ ચાલુ છે. રાઈડ્સમાં બેસવા બાબતે ઉગ્ર બોલાચાલી અને હુમલો
મેળા દરમિયાન રાઈડ્સ ચલાવતા લાલુસિંગ ચૌહાણ સાથે સ્થાનિક બે યુવાનોને રાઈડ્સમાં બેસવા બાબતે બોલાચાલી થઈ હતી. આ મામલો એટલો ઉગ્ર બની ગયો કે બંને યુવકોએ ઉશ્કેરાઈને ધોકા વડે માર માર્યો હતો. આ સમગ્ર મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાયો છે. ઇજાગ્રસ્તને રાજકોટ ખસેડાયા
આ ઘટનામાં બાબરાના બે યુવાનો દ્વારા કરવામાં આવેલા હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા લાલુસિંગ ચૌહાણને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ બાબરા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ ચલાવી રહી છે અને મારામારી પાછળનું ચોક્કસ કારણ રાઈડ્સમાં બેસવા બાબતનું જ છે કે અન્ય કોઈ અદાવત છે તે દિશામાં તપાસ હાથ ધરી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *