બાલાસિનોર ITIમાં માર્ગ સલામતી કાર્યક્રમ યોજાયો:મહીસાગર ARTO અધિકારીઓએ વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમો અને સુરક્ષિત વાહનચાલન અંગે માર્ગદર્શન આપ્યું

📅 Published: September 23, 2026 | 📂 Category: gujarati-news

મહીસાગર ARTOના અધિકારીએ બાલાસિનોર ITIમાં વિદ્યાર્થીઓ માટે માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં ટ્રાફિક નિયમો અને સુરક્ષિત વાહનચાલન અંગે જાગૃતિ લાવવાનો હતો. આ કાર્યક્રમમાં IMV એમ. એમ. પરમારે વીડિયો અને પ્રેઝન્ટેશન દ્વારા વિદ્યાર્થીઓને માર્ગ સલામતીના નિયમો વિશે વિગતવાર માહિતી આપી. તેમણે ટ્રાફિક સિગ્નલનું પાલન, હેલ્મેટ અને સીટબેલ્ટનો ફરજિયાત ઉપયોગ સમજાવ્યો. ઓવરસ્પીડિંગના જોખમો અને ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઇલ ફોન વાપરવાથી થતા અકસ્માતો વિશે પણ જાણકારી અપાઈ. વિદ્યાર્થીઓને માત્ર નિયમોનું પાલન કરવા જ નહીં, પણ બીજા લોકોને પણ ટ્રાફિક નિયમો પાળવા પ્રેરણા આપવા અપીલ કરાઈ. તેમને ‘સુરક્ષિત વાહનચાલન અને જવાબદાર નાગરિક’ બનવાનો સંદેશ પણ અપાયો. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું કે માર્ગ સલામતી જીવન બચાવવા માટે કેટલી જરૂરી છે. દરેક વાહનચાલકની જવાબદારી છે કે તે પોતાની સાથે બીજા લોકોની સુરક્ષાનું પણ ધ્યાન રાખે, તે વિશે જાગૃતિ ફેલાવાઈ.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *