બેંગકોકના ઓઈલ ડેપોમાં વિસ્ફોટ બાદ આગ લાગી:આકાશમાં કાળો ધુમાડો છવાયો; લોકોને વિસ્તાર ખાલી કરવાનો આદેશ

📅 Published: November 26, 2026 | 📂 Category: International

થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં ગુરુવારે બાંગચાક ઓઈલ ડેપોમાં વિસ્ફોટ બાદ આગ લાગી ગઈ. વિસ્ફોટ પછી ડિપોમાંથી આગની ઊંચી જ્વાળાઓ ઊઠવા લાગી અને આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા. ઘટનાની જાણ થતાં જ બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ. વહીવટીતંત્રે આસપાસ રહેતા લોકોને તરત જ ઘર ખાલી કરીને સુરક્ષિત સ્થળોએ જવા જણાવ્યું. સાવચેતીના ભાગરૂપે આસપાસની શાળાઓમાંથી બાળકોને પણ બહાર કાઢી લેવામાં આવ્યા. બાંગચાક ઓઈલ ડેપો બેન્કોકના પૂર્વ ભાગમાં આવેલો છે. તેનું સંચાલન થાઈલેન્ડની મોટી ઊર્જા કંપની બાંગચાક કોર્પોરેશન કરે છે. હાલ આગ લાગવાનું કારણ સામે આવ્યું નથી. વહીવટીતંત્રે હજુ સુધી કોઈ જાનહાનિની માહિતી પણ આપી નથી. ઓઈલ ડેપોમાં લાગેલી આગ સાથે જોડાયેલી તસવીરો…


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *