બોટાદના ગિરિરાજ જૈન દેરાસરમાં માણીભદ્ર વીર અનુષ્ઠાન થયું:લબ્ધિપ્રભવિજયજી મહારાજની નિશ્રામાં નવકારશી સાથે શ્રાવક-શ્રાવિકાઓ મોટી સંખ્યામાં જોડાયા

📅 Published: October 15, 2026 | 📂 Category: gujarati-news

બોટાદના પાળીયાદ રોડ પર આવેલા ગિરિરાજ જૈન દેરાસરમાં આસો સુદ પાંચમના દિવસે શ્રી યક્ષરાજ માણીભદ્ર વીર અનુષ્ઠાન (હવન)નું આયોજન કરાયું હતું. આ અનુષ્ઠાન સવારે 5 વાગ્યે શરૂ થયું હતું. પૂજ્ય લબ્ધિપ્રભવિજયજી મહારાજ, જયપ્રભવિજયજી મહારાજ, ચારીત્રસેન વીજયજી મહારાજ અને નિધીરત્ના શ્રીજી મહારાજની નિશ્રામાં આ કાર્યક્રમ યોજાયો. જૈન શાસનના તપાગચ્છ અધિષ્ઠાયક દેવ શ્રી માણીભદ્ર વીર દાદાના શુદ્ધ મંત્રોચ્ચાર સાથે હોમાત્મક હવન કરવામાં આવ્યું. આ અનુષ્ઠાનનો મુખ્ય હેતુ સકળ શ્રી સંઘના સંકટ, વિઘ્ન, આધી-વ્યાધિ-ઉપાધિ, દુઃખ અને દરિદ્રતા દૂર કરવાનો હતો. વિધિકાર જીતુભાઈ શાહ (વીંછિયા વાળા) અને સંગીતકાર નીલેશભાઈ બારોટ (પાલીતાણા)એ સેવા આપી. સંઘના ભાઈઓ અને બહેનો પૂજાના વસ્ત્રો પહેરી મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અનુષ્ઠાન પૂર્ણ થયા બાદ સકળ શ્રી સંઘ માટે નવકારશીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *