ગઢડા તાલુકાના લાખણકા ગામે ડૉ. બાબાસાહેબ આંબેડકર નગર ખાતે 25 ઓક્ટોબર, 2026ના રોજ રાત્રે 9 વાગ્યે બુદ્ધ વંદના અને સામાજિક લોક જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ બૌદ્ધ ધર્મના પાવન અવસર વર્ષાવાસ અશ્વિની પૂર્ણિમા નિમિત્તે રાખવામાં આવ્યો હતો. સૌપ્રથમ ભગવાન બુદ્ધ અને બોધિસત્વ ડૉ. બાબાસાહેબ આંબેડકરના ફોટાને પુષ્પ અર્પણ કરી દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ત્રિશરણ, પંચશીલ અને બુદ્ધ વંદના કરવામાં આવી હતી. વર્ષાવાસ સમાપન અને અશ્વિની પૂર્ણિમાના મહત્વ વિશે બોધિરાજ બૌદ્ધ (પરેશભાઈ રાઠોડ), પ્રમુખ, સમતા બુદ્ધ વિહાર, બોટાદ દ્વારા પ્રવચન અપાયું હતું. લોક જાગૃતિ વિશે ક્રાંતિકારી સંત પૂજ્ય ગુરુપ્રકાશ સાહેબે સંતોની વાણી અને સત્સંગ દ્વારા મહાપુરુષોના વિચારો રજૂ કર્યા હતા. આ કાર્યક્રમનું આયોજન જયસુખભાઈ સરવૈયા, મહેશભાઈ સરવૈયા, હિંમતભાઈ સરવૈયા અને શૈલેષભાઈ સરવૈયા દ્વારા કરવામાં આવ્યું હતું. અશ્વિની પૂર્ણિમા નિમિત્તે યોજાયેલા આ બુદ્ધ વંદના અને લોક જાગૃતિ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો હતો.
બોટાદના લાખણકા ગામે બુદ્ધ વંદના અને લોક જાગૃતિ કાર્યક્રમ:વર્ષાવાસ અશ્વિની પૂર્ણિમા નિમિત્તે બોધિરાજ બૌદ્ધ દ્વારા આયોજન કરાયું
📅 Published: October 26, 2026 |
📂 Category: gujarati-news
