બોટાદના PSI અર્ચના રાવલે તેમના સ્વર્ગવાસી પિતા મુકેશભાઈ રાવલની જન્મતિથિ પર વૃદ્ધસેવા કરી. તેમણે બોટાદના શ્રી કૃષ્ણધામ વૃદ્ધાશ્રમ-અન્નક્ષેત્રમાં સેવાકાર્યનું આયોજન કર્યું. આ દરમિયાન વડીલોને ભોજન કરાવવામાં આવ્યું. તેમને જીવનજરૂરિયાતની કિટ, શ્રીમદ્ ભગવદ્ ગીતા, તુલસીની માળા અને ધાર્મિક આસન પણ આપવામાં આવ્યા. આ ઉપરાંત, જરૂરિયાતમંદ વડીલોને શ્રવણયંત્ર, દવાઓ અને આરોગ્ય સંબંધિત મદદ સહિતની જરૂરી વસ્તુઓ આપવાનો સંકલ્પ પણ કરાયો. આ પ્રયાસ પિતાની યાદને સેવા સાથે જોડીને વડીલોના આશીર્વાદ મેળવવા માટેનો હતો. PSI અર્ચના રાવલે જણાવ્યું કે, પિતા પાસેથી મળેલા સંસ્કારો અને જીવનમૂલ્યોને વડીલોની સેવા દ્વારા આગળ વધારવાનો આ એક નાનો પ્રયાસ છે. તેમણે સમાજના લોકોને પણ પોતાની ક્ષમતા મુજબ વડીલોની સેવા અને જરૂરિયાતમંદોની મદદ માટે આગળ આવવા અપીલ કરી.
બોટાદના PSI અર્ચના રાવલે પિતાની જન્મતિથિએ વૃદ્ધસેવા કરી:કૃષ્ણધામ વૃદ્ધાશ્રમમાં વડીલોને ભોજન, જીવનજરૂરિયાતની કિટ, ગીતા અને આસન અપાયા
📅 Published: September 24, 2026 |
📂 Category: gujarati-news
