બોટાદની શ્રી આદર્શ બી.એડ્ કોલેજમાં 11 સપ્ટેમ્બર, 2026 ના રોજ એન.એસ.એસ. યુનિટ દ્વારા સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. આ કાર્યક્રમ વિકાસ સપ્તાહ અને સ્વચ્છ ભારત અભિયાનના ભાગરૂપે યોજાયો હતો. જેમાં કોલેજના આચાર્ય તુષારભાઈ રાવલ, પ્રોગ્રામ ઓફિસર રણજીતભાઈ ડાભી, અધ્યાપકો અને સ્વયંસેવકોએ ભાગ લીધો હતો. સ્વયંસેવકોએ કોલેજ કેમ્પસ, વર્ગખંડો અને મેદાનોની સફાઈ કરી હતી. સફાઈ બાદ કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવ્યો હતો. આ અભિયાનનો હેતુ કોલેજ પરિસરને સ્વચ્છ અને હરિયાળું બનાવવાનો હતો. સાથે જ, વિદ્યાર્થીઓમાં પર્યાવરણ અને સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાનો પણ તેનો ઉદ્દેશ હતો. કાર્યક્રમના અંતે તમામ સ્વયંસેવકોને કોન ખવડાવવામાં આવ્યા હતા. આદર્શ શૈક્ષણિક સંકુલના મેનેજિંગ ટ્રસ્ટી પ્રભુભાઈ ત્રાસડીયાએ આ કાર્યક્રમને બિરદાવ્યો હતો.
બોટાદની આદર્શ બી.એડ્ કોલેજમાં NSS યુનિટ દ્વારા કેમ્પસ સફાઈ:વિકાસ સપ્તાહ અને સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સ્વયંસેવકોએ પરિસર સ્વચ્છ બનાવ્યું
📅 Published: September 12, 2026 |
📂 Category: gujarati-news
